________________
૮૩
તૈજસ શરીર, કામણ શરીર ઉત્તરગુણલબ્ધિ ન હોય તો તૈજસ શરીર ગ્રહણ કરેલા આહારને પચાવે છે. જો ઉત્તરગુણલબ્ધિ હોય તો ગુસ્સાવાળો જીવ ઉષ્ણ તેજથી બીજાને બાળે અને પ્રસન્ન જીવ શીત તેજથી બીજા ઉપર કૃપા કરે. ઉષ્ણ તેજ તે તેજોલેશ્યા છે અને શીત તેજ તે શીતલેશ્યા છે. તૈજસ શરીરની જઘન્ય અવગાહના અંગુલીઅસંખ્ય છે અને ઉત્કૃષ્ટ અવગાહના લોકાકાશ પ્રમાણ છે. તૈજસ શરીર લોકાંત સિવાય ક્યાંય અલના પામતું નથી. (સૂત્ર૨૪૧) તે બધા સંસારી જીવોને હોય છે. (સૂત્ર-૨૪૩) તેનો જીવની સાથેનો સંબંધ અનાદિકાળનો છે. (સૂત્ર-૨/૪૨) કેટલાક આચાર્યો માને છે કે કાર્મણશરીરનો જ જીવની સાથે અનાદિકાળનો સંબંધ હોય છે. તૈજસશરીર તો લબ્ધિની અપેક્ષાએ હોય છે. તેથી તે બધાને ન હોય, અને જીવની સાથે તેનો અનાદિકાળનો સંબંધ ન હોય.
૫) કાર્મણ શરીર - પુદ્ગલવિપાકી કાર્મણશરીરનામકર્મના ઉદયથી થયેલ, કાર્મણ વર્ગણાના પુદ્ગલોનું બનેલું, કુંડ જેમ બોરોનો આધાર છે તેમ બધા કર્મોના આધારભૂત એવું જે શરીર તે કાર્મણ શરીર. આ વ્યાખ્યા ભેદનયની અપેક્ષાએ થઈ. અભેદનયની અપેક્ષાએ કાર્પણ શરીરની વ્યાખ્યા આ પ્રમાણે છે – આત્મા ઉપર લાગેલા કર્મોનો સમૂહ એ જ કાર્મણ શરીર. કાર્પણ શરીરની જઘન્ય અવગાહના અંગુલ/અસંખ્ય છે અને ઉત્કૃષ્ટ અવગાહના લોકાકાશ પ્રમાણ છે. કાશ્મણ શરીર લોકાંત સિવાય ક્યાંય સ્કુલના પામતું નથી. (સૂત્ર-૨/૪૧) તે બધા સંસારી જીવોને હોય છે. (સૂત્ર-૨૪૩) તેનો જીવની સાથેનો સંબંધ અનાદિકાળનો છે. (સૂત્ર-૨૪૨)
કાર્પણ શરીરથી સુખદુ:ખનો ઉપભોગ થતો નથી, કર્મ બંધાતું નથી, કર્મ વેદાતું નથી, કર્મની નિર્જરા થતી નથી. (સૂત્ર-૨/૪૫) શેષ ચાર શરીરોથી સુખ-દુ:ખનો ઉપભોગ થાય છે, કર્મ બંધાય છે, કર્મ વેદાય છે, કર્મની નિર્જરા થાય છે.
ઔદારિક વગેરે પાંચ શરીરોમાં ઉત્તરોત્તર શરીરમાં પરમાણુ વધુ છે અને સૂક્ષ્મતા પણ વધુ છે. (સૂત્ર-૨/૩૮)