________________
ઉપપાતજન્મ
(iii) પોતજ – જરાયુ કે ઇંડા વિના જ જેમનો સીધો બચ્ચારૂપે જન્મ થાય છે તે પોતજ જીવો. દા.ત. હાથી, સસલા, નોળિયો, ઉંદર, ચામડાની પાંખવાળા જળો, વાગોળ, ભારંડ વગેરે પક્ષીઓ
વગેરે.
જરાયુજ, અંડજ, પોતજ જીવોને ગર્ભજન્મ હોય છે. (સૂત્ર૨/૩૪)
(૩) ઉપપાતજન્મ - ઉત્પન્ન થવાના ક્ષેત્રને માત્ર પ્રાપ્ત કરવાથી જે જન્મ થાય તે ઉપપાતજન્મ. ઉપપાતજન્મ નારકીઓ અને દેવોને હોય છે. (સૂત્ર-૨/૩૫) જીવ નરકના નિષ્ફટોમાં ઉત્પન્ન થઇ વૈક્રિયપુગલોને ગ્રહણ કરીને શરીર બનાવે છે. તે ઉપપાતજન્મ. જીવ દેવલોકમાં ઉત્પન્ન થઈ દેવશયાના પ્રચ્છદપટ (ઢાંકવાના વસ્ત્રોની ઉપર અને દેવદૂષ્યની નીચેના વૈક્રિયપુદ્ગલોને ગ્રહણ કરીને શરીર બનાવે છે. તે ઉપપાતજન્મ.
• વક્તાઓએ વ્યાખ્યાનમાં શિષ્ટ ભાષાનો ઉપયોગ કરવો. તથા વ્યાખ્યાનમાં પણ સાધ્વીજીઓ કે બેનો સામે ન આવે, સાઈડમાં બેસે તેવી વ્યવસ્થા ગોઠવવી. જેથી દૃષ્ટિ ન પડે. કામનો ઉપાય કામ છે. માટે સ્વાધ્યાય વગેરે કાર્યપ્રવૃત્તિનો બોજો માથે રાખવો, જેથી નવરાશ ન મળે. તથા વૈરાગ્ય ભાવનાઓથી આત્માને ભાવિત રાખવો. તપ-ત્યાગ પણ ઘોર કરવા. અનાયતન એટલે સ્ત્રી-પશુ આદિથી સંસક્ત વસતિનો ત્યાગ
કરવો.
| નિષ્ફટ એટલે નારકીને ઉત્પન્ન થવાના સ્થાન. તે સાંકડા મોઢાવાળા, પહોળા પેટવાળા, વજની દિવાલવાળા અને ભીંતમાં હોય છે.