________________
૬૦
ત્રસ જીવો
૨) લબ્ધિથી - લબ્ધિ એટલે સ નામકર્મનો ઉદય. લબ્ધિથી ત્રસ વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય છે.
વિકલેન્દ્રિય એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય.
બેઈન્દ્રિય - સ્પર્શનેન્દ્રિય-રસનેન્દ્રિય રૂપ બે ઈન્દ્રિયોવાળા જીવો તે બેઈન્દ્રિય. દા.ત. કૃમિ, શંખ, કીડા, વાસી ભોજનમાં થતા લાળીયા જીવો વગેરે.
તેઈન્દ્રિય - સ્પર્શનેન્દ્રિય-૨સનેન્દ્રિય-ઘ્રાણેન્દ્રિય રૂપ ત્રણ ઈન્દ્રિયોવાળા જીવો તે તેઈન્દ્રિય. દા.ત. કીડી, ઇયળ, જૂ, માંકડ, કાનખજૂરા વગેરે.
ચઉરિન્દ્રિય - સ્પર્શનેન્દ્રિય-રસનેન્દ્રિય-ઘ્રાણેન્દ્રિય-ચક્ષુરિન્દ્રિય રૂપ ચાર ઇન્દ્રિયોવાળા જીવો તે ચરિન્દ્રિય. દા.ત. ભમરા, માખી, મચ્છર, ડાંસ, વીંછી, તીડ, પતંગિયા વગેરે.
પંચેન્દ્રિય - પાંચે ઇન્દ્રિયોવાળા જીવો તે પંચેન્દ્રિય. દા.ત.માછલા, સર્પ, દેડકા, પક્ષી, ગાય, નારકી, મનુષ્ય, દેવ વગેરે.
સાધ્વીજી કે શ્રાવિકાઓ જોડે કારણ પ્રસંગે વાત કરવી પડે તો પણ અતિનિકટ ન આવે, થોડું અંતર રહે, તેનો ખ્યાલ રાખવો તથા સાથે ત્રીજાને બેસાડવા.
મોટી આયંબિલની ઓળીઓ કે વિશિષ્ટ ઉગ્ર તપના પારણાના થોડા જ દિવસો હોય તો જ વિગઈઓ વાપરવી. અન્યથા અતિ સાદુ અલ્પવિગઈવાળુ ભોજન કરવું.
સંસારીપણાના માતા-બેન વગેરે વિજાતીય સગા જોડે પણ એકાંતમાં ન બેસવું. જરૂર પડે બધાની દૃષ્ટિ પડે તે રીતે બેસવું અને ટુંકામાં પતાવવું.