________________
{ ઇન્દ્રિય પ્રકરણ
• ઇન્દ્રિય – ઈન્દ્ર એટલે જીવ, કેમકે તે બધા દ્રવ્યોમાં ઐશ્વર્યવાળો છે અથવા વિષયોને વિષે પરમ ઐશ્વર્યવાળો છે, તેને ઓળખવાનું ચિહ્ન તે ઈન્દ્રિય. ઇન્દ્રિયો પાંચ છે. (સૂત્ર-૨/૧૫) તે આ પ્રમાણે છે
૧) સ્પર્શનેન્દ્રિય - ચામડી ૨) રસનેન્દ્રિય – જીભ ૩) ઘ્રાણેન્દ્રિય – નાક ૪) ચક્ષુરિન્દ્રિય – આંખ ૫) શ્રોત્રેન્દ્રિય - કાન આ દરેક ઈન્દ્રિયો બે પ્રકારની છે – (સૂત્ર-૨/૧૬) ૧) દ્રવ્યેન્દ્રિય અને ૨) ભાવેન્દ્રિય
૧) દ્રવ્યન્દ્રિય - દ્રવ્યરૂપ ઇન્દ્રિય તે દ્રવ્યેન્દ્રિય. તેના બે પ્રકાર છે – (૧) નિવૃત્તિઈન્દ્રિય અને (૨) ઉપકરણઈન્દ્રિય. (સૂત્ર-૨/૧૭)
(૧) નિવૃત્તિઈન્દ્રિય - નિર્માણ નામકર્મ અને અંગોપાંગ નામકર્મના ઉદયથી થયેલ ઈન્દ્રિયોનો આકાર તે નિવૃત્તિઈન્દ્રિય. તે બે પ્રકારે છે –
(a) અત્યંતર નિવૃત્તિ ઈન્દ્રિય - ઇન્દ્રિયોનો અંદરનો આકાર તે અત્યંતર નિવૃત્તિ ઈન્દ્રિય. તે બધા જીવોને એક સરખી હોય છે. તે આ પ્રમાણે –
(i) સ્પર્શનેન્દ્રિય – વિવિધ આકારની (i) રસનેન્દ્રિય - અસ્ત્રાના આકારની (iii) ઘ્રાણેન્દ્રિય - અતિમુક્તના પુષ્પના આકારની (iv) ચક્ષુરિન્દ્રિય – મસુરના આકારની (V) શ્રોત્રેન્દ્રિય – નાલિક પુષ્પના આકારની સ્પર્શનેન્દ્રિય અને દ્રવ્યમન કાયપ્રમાણ છે.