________________
નગતિ પ્રકરણ :
• ભવાંતરમાં જતા જીવની ગતિ આકાશપ્રદેશોની શ્રેણિને અનુસાર થાય છે.
પુદ્ગલની સ્વાભાવિક ગતિ આકાશપ્રદેશોની શ્રેણિને અનુસાર થાય છે. (સૂત્ર-૨/૨૭)
ભવાંતરમાં જતા જીવની ગતિ અને પુદ્ગલની સ્વાભાવિક ગતિ આકાશપ્રદેશોની વિશ્રેણીમાં ન થાય. એટલે કે ભવાંતરમાં જતા જીવની ગતિ અને પુદ્ગલની સ્વાભાવિક ગતિ સીધી જ થાય, ત્રાંસી કે વાંકીચૂકી ન થાય.
જીવની બે પ્રકારની ગતિ -
૧) ઋજુગતિ - વળાંક વિનાની સીધી ગતિ તે ઋજુગતિ. તે એક સમયની હોય છે. સૂત્ર-૨૩૦)
૨) વિગ્રહગતિ - વળાંકવાળી ગતિ તે વિગ્રહગતિ. તેમાં વળાંક એટલે વક્ર. ૧ વર્કવાળી વિગ્રહગતિ ર સમયની હોય છે. ૨ વક્રવાળી વિગ્રહગતિ ૩ સમયની હોય છે. ૩ વક્રવાળી વિગ્રહગતિ ૪ સમયની હોય છે. ૪ વક્રવાળી વિગ્રહગતિ ૫ સમયની હોય છે. (સૂત્ર-૨/૨૯)
૧ વક્રવાળી વિગ્રહગતિ - દા.ત. એક જ પ્રતરમાં એક દિશામાંથી બીજી દિશામાં ઉત્પન્ન થવાનું હોય ત્યારે પહેલા સમયે મરણદેશની દિશામાંથી વિદિશામાં આવે અને બીજા સમયે વિદિશામાંથી ઉત્પત્તિદેશની દિશામાં આવે. આમ આમાં એક વળાંક થયો.
૨ વક્રવાળી વિગ્રહગતિ - દા.ત. એક દિશામાંથી ઉપર બીજી દિશામાં ઉત્પન્ન થવાનું હોય ત્યારે પહેલા સમયે મરણદેશની દિશામાંથી