SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ નગતિ પ્રકરણ : • ભવાંતરમાં જતા જીવની ગતિ આકાશપ્રદેશોની શ્રેણિને અનુસાર થાય છે. પુદ્ગલની સ્વાભાવિક ગતિ આકાશપ્રદેશોની શ્રેણિને અનુસાર થાય છે. (સૂત્ર-૨/૨૭) ભવાંતરમાં જતા જીવની ગતિ અને પુદ્ગલની સ્વાભાવિક ગતિ આકાશપ્રદેશોની વિશ્રેણીમાં ન થાય. એટલે કે ભવાંતરમાં જતા જીવની ગતિ અને પુદ્ગલની સ્વાભાવિક ગતિ સીધી જ થાય, ત્રાંસી કે વાંકીચૂકી ન થાય. જીવની બે પ્રકારની ગતિ - ૧) ઋજુગતિ - વળાંક વિનાની સીધી ગતિ તે ઋજુગતિ. તે એક સમયની હોય છે. સૂત્ર-૨૩૦) ૨) વિગ્રહગતિ - વળાંકવાળી ગતિ તે વિગ્રહગતિ. તેમાં વળાંક એટલે વક્ર. ૧ વર્કવાળી વિગ્રહગતિ ર સમયની હોય છે. ૨ વક્રવાળી વિગ્રહગતિ ૩ સમયની હોય છે. ૩ વક્રવાળી વિગ્રહગતિ ૪ સમયની હોય છે. ૪ વક્રવાળી વિગ્રહગતિ ૫ સમયની હોય છે. (સૂત્ર-૨/૨૯) ૧ વક્રવાળી વિગ્રહગતિ - દા.ત. એક જ પ્રતરમાં એક દિશામાંથી બીજી દિશામાં ઉત્પન્ન થવાનું હોય ત્યારે પહેલા સમયે મરણદેશની દિશામાંથી વિદિશામાં આવે અને બીજા સમયે વિદિશામાંથી ઉત્પત્તિદેશની દિશામાં આવે. આમ આમાં એક વળાંક થયો. ૨ વક્રવાળી વિગ્રહગતિ - દા.ત. એક દિશામાંથી ઉપર બીજી દિશામાં ઉત્પન્ન થવાનું હોય ત્યારે પહેલા સમયે મરણદેશની દિશામાંથી
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy