________________
વિગ્રહગતિ
વિદિશામાં આવે, બીજા સમયે ઉપર જાય અને ત્રીજા સમયે વિદિશામાંથી ઉત્પત્તિદેશની દિશામાં આવે. આમ આમાં બે વળાંક થયા.
૭૧
૩ વક્રવાળી વિગ્રહગતિ - દા.ત. અધોલોકમાં ત્રસનાડીની બહારની દિશામાંથી ઊર્ધ્વલોકમાં ત્રસનાડીની બહારની વિદિશામાં ઉત્પન્ન થવાનું હોય ત્યારે પહેલા સમયે અધોલોકમાં ત્રસનાડીની બહારની દિશામાંથી ત્રસનાડીમાં આવે, બીજા સમયે ઉપ૨ જાય, ત્રીજા સમયે ત્રસનાડીની બહાર દિશામાં જાય અને ચોથા સમયે ત્રસનાડીની બહાર દિશામાંથી વિદિશામાં જાય. આમ આમાં ત્રણ વળાંક થયા.
૪ વક્રવાળી વિગ્રહગતિ અધોલોકમાં ત્રસનાડીની બહારની વિદિશામાંથી ઊર્ધ્વલોકમાં ત્રસનાડીની બહારની વિદિશામાં ઉત્પન્ન થવાનું હોય ત્યારે પહેલા સમયે અધોલોકમાં ત્રસનાડીની બહાર વિદિશામાંથી દિશામાં આવે, બીજા સમયે ત્રસનાડીમાં આવે, ત્રીજા સમયે ઉપર જાય, ચોથા સમયે ત્રસનાડીમાંથી બહાર દિશામાં જાય અને પાંચમા સમયે ત્રસનાડીની બહાર દિશામાંથી વિદિશામાં જાય. આમ આમાં ચાર વળાંક થયા.
-
૪ વક્રવાળી ૫ સમયની વિગ્રહગતિ ક્યારેક જ થતી હોવાથી મૂળકારે તે કહી નથી.
મોક્ષમાં જતા જીવની ગતિ સરળ જ હોય છે, એટલે કે ઋજુગતિ હોય છે. (સૂત્ર-૨/૨૮)
ભવાંતરમાં જતા સંસારી જીવની ગતિ ઋજુગતિ અને વિગ્રહગતિ એમ બે પ્રકારની હોય છે. (સૂત્ર-૨/૨૯) વિગ્રહગતિમાં કાર્યણકાયયોગ હોય છે. (સૂત્ર-૨/૨૬)
વિગ્રહગતિમાં આહારકપણું - અનાહારકપણું - (સૂત્ર-૨/૩૧) એક વક્રવાળી વિગ્રહગતિમાં જીવ બંને સમયે આહારક હોય છે.