________________
૫૮
સ્થાવર જીવો (૧) પ્રત્યેક વનસ્પતિકાય - જે વનસ્પતિકાયના એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિકાય. દા.ત. વૃક્ષ, ગુચ્છા, ગુલ્મ, લતા
વગેરે.
(૨) સાધારણ વનસ્પતિકાય - જે વનસ્પતિકાયના એક શરીરમાં અનંતા જીવો હોય તે સાધારણ વનસ્પતિકાય. દા.ત. સેવાળ, ફૂગ, લીલી હળદર, આદુ, મૂળા, આલુ વગેરે.
પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, સાધારણ વનસ્પતિકાયના દરેકના બે-બે ભેદ છે – સૂક્ષ્મ અને બાદર.
(૧) સૂક્ષ્મ - એક કે બે કે સંખ્યાતા કે અસંખ્યાતા જીવોના શરીર ભેગા થાય તો પણ ચર્મચક્ષુથી જોઈ ન શકાય તે સૂક્ષ્મ જીવો.
(૨) બાદર - એક કે બે કે સંખ્યાતા કે અસંખ્યાતા જીવોના શરીરો ભેગા થાય ત્યારે ચર્મચક્ષુથી જોઈ શકાય તે બાદર જીવો. પ્રત્યેક વનસ્પતિકાય બાદર જ હોય છે.
આમ સ્થાવર જીવોના ૧૧ ભેદ થયા. તે દરેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે ભેદ છે. એટલે સ્થાવર જીવોના ૨૨ ભેદ થયા.
પર્યાપા - સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી હોય અથવા પૂર્ણ કરીને જ મરવાના હોય તે પર્યાપ્તા જીવો.
અપર્યાપ્તા - સ્વયોગ્ય પર્યામિ પૂર્ણ ન કરી હોય અથવા પૂર્ણ કર્યા વિના જ મરવાના હોય તે અપર્યાપ્તા જીવો.
પર્યાપ્તિનું સ્વરૂપ આગળ (પાના નં. ૩૩૭-૩૩૯ ઉપર) બતાવાશે.
• જેમાં વધુ નિર્જરા થાય તે યોગને મહત્ત્વ આપવું.