________________
પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ
૩૩ વૈશેષિકો બે કે ત્રણ પ્રમાણ માને છે – પ્રત્યક્ષ, અનુમાન અથવા પ્રત્યક્ષ, અનુમાન, આગમ.
સાંખ્યો ત્રણ પ્રમાણ માને છે – પ્રત્યક્ષ, અનુમાન, આગમ.
નૈયાયિકો ચાર પ્રમાણ માને છે - પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન.
મીમાંસકો છ પ્રમાણ માને છે - પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થપત્તિ, અભાવ.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણરૂપ છે, (સૂત્ર-૧/૧૧) કેમકે, (૧) મતિજ્ઞાન ઇન્દ્રિય અને મનરૂપી નિમિત્તથી થાય છે અને
(૨) શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વકનું હોય છે અને બીજાના ઉપદેશથી થાય છે.
અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે, કેમકે તે અતીન્દ્રિય છે. (સૂત્ર-૧/૧૨)
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન નિશ્ચયથી પરોક્ષ પ્રમાણરૂપ છે, વ્યવહારથી પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે.
ઉપમાન - એક વસ્તુની ઉપમાથી બીજી વસ્તુનું જ્ઞાન કરવું તે ઉપમાન પ્રમાણ. દા.ત. “ગાય જેવું ગવાય છે, એમ જાણ્યા પછી ગાય જેવા પ્રાણીમાં ગવયનું જ્ઞાન કરવું તે.'
આગમ - આપ્તપુરુષના વચનથી થતું જ્ઞાન તે આગમ પ્રમાણ. દા.ત. શાસ્ત્રો ભણવા દ્વારા જે જ્ઞાન થાય છે તે.
અર્થાપત્તિ - એક બાબત વિના ન સંભવતી બીજી બાબતના જ્ઞાનથી પહેલી બાબતનું જ્ઞાન કરવું તે અર્થાપત્તિ પ્રમાણ. દા.ત. “પુષ્ટ દેવદત્ત દિવસે જમતો નથી. એવું જાણ્યા પછી તેના રાત્રિભોજનનું જ્ઞાન થવું તે.
અભાવ - વસ્તુ ન હોવાથી તેના અભાવનું જ્ઞાન થવું તે અભાવ પ્રમાણ. દા.ત. જમીન ઉપર ઘડો ન હોવાથી તેના અભાવનું જ્ઞાન થાય તે.