________________
૪૦
આ અવધિજ્ઞાનના પ્રકારો
• અવધિજ્ઞાન -
તે બે પ્રકારનું છે - (સૂત્ર-૧/૨૧)
૧) ભવપ્રત્યય અવધિજ્ઞાન - ભવના કારણે થતું અવધિજ્ઞાન તે ભવપ્રત્યય અવધિજ્ઞાન છે. તે નારકીઓ અને દેવોને હોય છે. (સૂત્ર૧/૨૨)
૨) ક્ષયોપશમનિમિત્તક અવધિજ્ઞાન - અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી થતું અવધિજ્ઞાન તે ક્ષયોપશમનિમિત્તક અવધિજ્ઞાન છે. તે મનુષ્યો અને તિર્યંચોને હોય છે. તે જ પ્રકારનું છે - (સૂત્ર-૧/૨૩)
(૧) અનાનુગામિક - જીવને જે ક્ષેત્રમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે ક્ષેત્રથી અન્યત્ર જતાં જે અવધિજ્ઞાન ચાલ્યું જાય તે અનાનુગામિક અવધિજ્ઞાન છે. જેમ કોઈ નિમિત્તિયો પૂછેલ બાબતને અમુક ચોક્કસ સ્થાનમાં જ બરાબર કહી શકે, અન્યત્ર નહીં, તેમ.
૨) આનુગામિક - જીવને જે ક્ષેત્રમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય ત્યાંથી અન્યત્ર જતાં પણ જે અવધિજ્ઞાન સાથે આવે તે આનુગામિક અવધિજ્ઞાન છે. સૂર્યના પ્રકાશની જેમ, ઘડાની લાલાશની જેમ.
(૩) હીયમાન - જે અવધિજ્ઞાન ઘણા ક્ષેત્રનું થયા પછી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્ર સુધી ક્રમશઃ ઘટતું જાય તે હીયમાન અવધિજ્ઞાન છે. પરિમિત ઇંધનવાળા અગ્નિની જેમ.
(૪) વર્ધમાન - જે અવધિજ્ઞાન અલ્પષેત્રનું ઉત્પન્ન થયા પછી ક્રમશઃ સર્વલોક સુધી વધતું જાય તે વર્ધમાન અવધિજ્ઞાન છે. ઇંધનથી વધુ ને વધુ પુષ્ટ થતા અગ્નિની જેમ.
(૫) અનવસ્થિત - જે અવધિજ્ઞાનમાં વધ-ઘટ થયા કરે અથવા જે અવધિજ્ઞાન વારંવાર ઉત્પન્ન થાય અને નાશ પામે તે અનવસ્થિત