________________
કેવળજ્ઞાન હોય ત્યારે શેષ ચાર જ્ઞાન હોય કે નહીં ?
એક સમયે એક જીવને કેટલા જ્ઞાન હોય ? (સૂત્ર-૧/૩૧)
એક સમયે એક જીવને એક જ્ઞાન હોય - મતિજ્ઞાન અથવા કેવળજ્ઞાન. જે નિસર્ગ સમ્યગ્દર્શન પામે છે તેને માત્ર મતિજ્ઞાન જ હોય છે, શ્રુતજ્ઞાન હોતું નથી, કેમકે તેને સામાયિક વગેરે શ્રૃતનું જ્ઞાન હોતું નથી. શ્રુતજ્ઞાન વિના પણ તે અષ્ટપ્રવચનમાતાને જાણે છે. અથવા, એક સમયે એક જીવને બે જ્ઞાન હોય મતિજ્ઞાન,
-
-
૪૩
શ્રુતજ્ઞાન.
અથવા, એક સમયે એક જીવને ત્રણ જ્ઞાન હોય - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન. અથવા, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન. અથવા, એક સમયે એક જીવને ચાર જ્ઞાન હોય - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન.
કેવળજ્ઞાન હોય ત્યારે મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનો હોય કે ન હોય ? અહીં બે મત છે
(૧) કેટલાક આચાર્યો માને છે કે - કેવળજ્ઞાન હોય ત્યારે મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનો હોય છે, પણ જેમ સૂર્યના પ્રકાશમાં અગ્નિ, મણિ, ચંદ્ર, નક્ષત્ર વગેરેનો પ્રકાશ આવરાઈ જવાથી અકિંચિત્કર બને છે, તેમ કેવળજ્ઞાનની પ્રભામાં મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનોની પ્રભા આવરાઈ જવાથી તે અકિંચિત્કર બને છે.
(૨) કેટલાક આચાર્યો માને છે કે - કેવળજ્ઞાન હોય ત્યારે મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનો ન હોય. કેમકે,
(i) મતિજ્ઞાન અપાયપૂર્વક થાય છે. શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે. અવધિજ્ઞાન-મન:પર્યાયજ્ઞાન રૂપી દ્રવ્યો વિષયક છે. કેવળજ્ઞાનીને અપાય હોતો નથી. તેથી મતિજ્ઞાન ન હોય. મતિજ્ઞાન ન હોવાથી કેવળજ્ઞાનીને શ્રુતજ્ઞાન ન હોય. કેવળજ્ઞાન સર્વદ્રવ્યવિષયક હોવાથી કેવળજ્ઞાનીને અવધિજ્ઞાન-મન:પર્યાયજ્ઞાન ન હોય.