________________
૪૬
નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય તે પુરુષ કહે છે કે, “હું અંદરના ઓરડામાં રહું છું.” આમ નૈગમનય પદાર્થને અનેક પ્રકારે સ્વીકારે છે.
(૨) પ્રસ્થકનું દૃષ્ટાંત - કોઈ માણસ પ્રસ્થક (અનાજ માપવાનું માપ) બનાવવા માટેનું લાકડું લેવા કુહાડી લઈને જંગલ તરફ જાય છે. બીજો પુરુષ તેને પૂછે છે કે, “તું ક્યાં જાય છે?” અવિશુદ્ધનૈગમનયને અનુસારે તે માણસ જવાબ આપે છે કે, “હું પ્રસ્થક લેવા જાઉં છું.” લાકડું કાપતા તેને કોઈ પુરુષ પૂછે છે કે, “તું શું કાપે છે?” વિશુદ્ધ નૈગમનયને અનુસાર તે જવાબ આપે છે કે, “હું પ્રસ્થક કાપું છું.' લાકડું છોલતા તેને કોઈ પૂછે છે કે, “તું શું છોલે છે?” વિશુદ્ધતર નૈગમનયને અનુસાર તે જવાબ આપે છે કે, “હું પ્રસ્થક છોલું છું. અંદરથી ખોતરતા તેને કોઈ પૂછે છે કે, “તું શું કરે છે?” વધુ વિશુદ્ધ નૈગમનયને અનુસાર તે કહે છે કે, “હું પ્રસ્થક ખોતરું છું.” કાચ કાગળથી ઘસતા તેને કોઈ પૂછે છે કે, “તું શું ઘસે છે?” વધુ વિશુદ્ધ નૈગમનયને અનુસાર તે કહે છે કે, “હું પ્રસ્થક ઘણું છું.” આમ નૈગમનય પદાર્થને અનેક પ્રકારે સ્વીકારે છે.
(૨) સંગ્રહનય - ઘડો વગેરે પદાર્થોના સામાન્ય અને વિશેષને એક કરીને સામાન્ય રૂપે ગ્રહણ કરે તે સંગ્રહનય. સંગ્રહનય એમ માને છે કે વિશેષને સિદ્ધ કરનાર કોઈ પ્રમાણ ન હોવાથી વાસ્તવિક રીતે સામાન્ય 'જ સત્ છે.
(૩) વ્યવહારનય - જે લોકોના વ્યવહારની સમાન હોય, ઉપચારની બહુલતાવાળો હોય અને વિસ્તૃત અર્થવાળો હોય તે વ્યવહારનય. તે એમ માને છે કે સામાન્યનું જ્ઞાન થતું ન હોવાથી સામાન્ય અસત્ છે, વિશેષ જ સત્ છે.
ભમરા વગેરેમાં વાસ્તવિક રીતે પાંચે રંગો હોવા છતાં લોકમાં તે