________________
નય પ્રકરણ -
અનંતધર્માત્મક વસ્તુના એક ધર્મને જણાવે તે નય. નયો પાંચ પ્રકારના છે – (સૂત્ર-૧/૩૪)
(૧) નૈગમનય - લોકોમાં ઉચ્ચારાતા શબ્દોનું જ્ઞાન જેનાથી થાય તે નૈગમનય. નૈગમનય સામાન્ય વગેરે પદાર્થોને પરસ્પર ભિન્ન માને છે. નૈગમનય પદાર્થને અનેક પ્રકારે સ્વીકારે છે. તેના બે પ્રકાર છે – (સૂત્ર-૧/૩૫)
(૧) વિશેષગ્રાહી (દેશગ્રાહી) - વિશેષનો બોધ કરાવે તે. (૨) સામાન્યગ્રાહી (સર્વગ્રાહી) - સામાન્યનો બોધ કરાવે તે. વૈશેષિકદર્શન નૈગમનય ઉપર આધારિત છે.
નૈગમનયને સમજવા શાસ્ત્રમાં વસતિ અને પ્રસ્થકના બે દષ્ટાંત જણાવ્યા છે. તે આ પ્રમાણે -
(૧) વસતિનું દષ્ટાંત - પાટલીપુત્રમાં રહેતા કોઈ પુરુષને બીજો પુરુષ પૂછે છે કે “તું ક્યાં રહે છે?” અવિશુદ્ધ નૈગમનયને અનુસારે તે પુરુષ કહે છે કે, “હું લોકમાં રહું છું.” વિશુદ્ધ નૈગમનયને અનુસાર તે પુરુષ કહે છે કે, “હું તિસ્કૃલોકમાં રહું છું.” વિશુદ્ધતર નૈગમનયને અનુસાર તે પુરુષ કહે છે કે, “હું જંબૂદ્વીપમાં રહું છું.” વધુ વિશુદ્ધ નૈગમનયને અનુસાર તે પુરુષ કહે છે કે, “હું ભરતક્ષેત્રમાં રહું છું.” વધુ વિશુદ્ધ નૈગમનયને અનુસાર તે પુરુષ કહે છે કે, “હું દક્ષિણ ભરતાર્ધમાં રહું છું.' વધુ વિશુદ્ધ નૈગમનયને અનુસાર તે પુરુષ કહે છે કે, “હું પાટલીપુત્રમાં રહું છું.' વધુ વિશુદ્ધ નૈગમનયને અનુસાર તે પુરુષ કહે છે કે, “હું દેવદત્તના ઘરમાં રહું છું.' વધુ વિશુદ્ધ નૈગમનયને અનુસાર