________________
જીવભેદ પ્રકરણ જીવોના ભેદ – જીવોના બે પ્રકાર છે – (સૂત્ર-૨/૧૦)
૧) સંસારી જીવો - કર્મોથી યુક્ત, સંસારમાં ભમતા જીવો તે સંસારી જીવો.
૨) મુક્ત જીવો - કર્મોથી મુક્ત થયેલા, મોક્ષમાં ગયેલા જીવો તે મુક્તજીવો.
સંસારી જીવોના બે પ્રકાર છે - ૧) સમનસ્ક જીવો અને ૨) અમનસ્ક જીવો. (સૂત્ર-૨/૧૧)
૧) સમનસ્ક જીવો - મન બે પ્રકારનું છે. દ્રવ્યમન અને ભાવમન. વિચારવા માટે મનપર્યાતિથી ગ્રહણ કરેલ મનોવર્ગણાના પુદ્ગલો તે દ્રવ્યમન. જીવનો ઉપયોગ તે ભાવમન. દ્રવ્યમાન અને ભાવમન બંનેથી યુક્ત જીવો તે સમનસ્ક જીવો. નારકીઓ, દેવો, ગર્ભજ મનુષ્યો અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો એ સમનસ્ક જીવો છે.
સંશી જીવો સમનસ્ક છે. (સૂત્ર-૨/૨૫) જેને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય તેવા સંજ્ઞી જીવો અહીં લેવા. સંજ્ઞા એટલે વિજ્ઞાન. તે ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે -
(૧) હેતુવાદોપદેશિકી સંજ્ઞા - જેમાં માત્ર વર્તમાનકાળનું જ જ્ઞાન હોય તે.
દ્રવ્યમન ઘરડાની લાકડી જેવું છે. તેના આધારે જીવ સ્પષ્ટ રીતે વિચારી શકે છે.