________________
મન:પર્યાયજ્ઞાનના પ્રકારો
અવધિજ્ઞાન છે. સમુદ્રના મોજાની જેમ. આને પ્રતિપાતી અવધિજ્ઞાન પણ કહેવાય છે.
(૬) અવસ્થિત - જે અવધિજ્ઞાન કેવળજ્ઞાન સુધી કે ભવક્ષય સુધી ટકે કે બીજા ભવમાં પણ સાથે આવે તે અવસ્થિત અવધિજ્ઞાન. પુરુષવેદ વગેરે લિંગની જેમ. આને અપ્રતિપાતી અવધિજ્ઞાન પણ કહેવાય છે.
૦ મન:પર્યાયજ્ઞાન -
આને મન:પર્યવજ્ઞાન પણ કહેવાય છે. તે બે પ્રકારનું છે - (સૂત્ર૧/૨૪)
(૧) ઋજુમતિમન:પર્યાયજ્ઞાન - જેનાથી સંજ્ઞી પંચેન્દ્રિય જીવે વિચારેલા ઘડો વગેરે પદાર્થો સામાન્યથી જણાય તે ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન છે. દા. ત. ‘આણે ઘડો વિચાર્યો છે' એમ જણાય.
(૨) વિપુલમતિમન:પર્યાયજ્ઞાન - જેનાથી સંશી પંચેન્દ્રિય જીવે વિચારેલા ઘડો વગેરે પદાર્થો અનેક પર્યાયો સહિત જણાય તે વિપુલમતિમન:પર્યાયજ્ઞાન છે. દા. ત. ‘આણે માટીનો, લાલ રંગનો, વાપીમાં બનેલો, નવો ઘડો વિચાર્યો છે' એમ જણાય.
ઋજુમતિમન:પર્યાયજ્ઞાન અને વિપુલમતિમનઃપર્યાયજ્ઞાનનો ભેદ - (સૂત્ર-૧/૨૫)
જુમતિમન:પર્યાયજ્ઞાન
૧| તે અલ્પ પર્યાયોને જાણતું હોવાથી અલ્પવિશુદ્ધ છે.
૨| તે આવ્યા પછી ચાલ્યુ જાય.૨
ક.
૪૧
5.
૧
વિપુલમતિમન:પર્યાયજ્ઞાન
તે ઘણા પર્યાયોને જાણતું હોવાથી વધુ વિશુદ્ધ છે.
તે આવ્યા પછી કેવળજ્ઞાન સુધી ન જાય.