SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ મન:પર્યાયજ્ઞાનના પ્રકારો અવધિજ્ઞાન છે. સમુદ્રના મોજાની જેમ. આને પ્રતિપાતી અવધિજ્ઞાન પણ કહેવાય છે. (૬) અવસ્થિત - જે અવધિજ્ઞાન કેવળજ્ઞાન સુધી કે ભવક્ષય સુધી ટકે કે બીજા ભવમાં પણ સાથે આવે તે અવસ્થિત અવધિજ્ઞાન. પુરુષવેદ વગેરે લિંગની જેમ. આને અપ્રતિપાતી અવધિજ્ઞાન પણ કહેવાય છે. ૦ મન:પર્યાયજ્ઞાન - આને મન:પર્યવજ્ઞાન પણ કહેવાય છે. તે બે પ્રકારનું છે - (સૂત્ર૧/૨૪) (૧) ઋજુમતિમન:પર્યાયજ્ઞાન - જેનાથી સંજ્ઞી પંચેન્દ્રિય જીવે વિચારેલા ઘડો વગેરે પદાર્થો સામાન્યથી જણાય તે ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન છે. દા. ત. ‘આણે ઘડો વિચાર્યો છે' એમ જણાય. (૨) વિપુલમતિમન:પર્યાયજ્ઞાન - જેનાથી સંશી પંચેન્દ્રિય જીવે વિચારેલા ઘડો વગેરે પદાર્થો અનેક પર્યાયો સહિત જણાય તે વિપુલમતિમન:પર્યાયજ્ઞાન છે. દા. ત. ‘આણે માટીનો, લાલ રંગનો, વાપીમાં બનેલો, નવો ઘડો વિચાર્યો છે' એમ જણાય. ઋજુમતિમન:પર્યાયજ્ઞાન અને વિપુલમતિમનઃપર્યાયજ્ઞાનનો ભેદ - (સૂત્ર-૧/૨૫) જુમતિમન:પર્યાયજ્ઞાન ૧| તે અલ્પ પર્યાયોને જાણતું હોવાથી અલ્પવિશુદ્ધ છે. ૨| તે આવ્યા પછી ચાલ્યુ જાય.૨ ક. ૪૧ 5. ૧ વિપુલમતિમન:પર્યાયજ્ઞાન તે ઘણા પર્યાયોને જાણતું હોવાથી વધુ વિશુદ્ધ છે. તે આવ્યા પછી કેવળજ્ઞાન સુધી ન જાય.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy