________________
મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો
અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એકાંતે પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે.
૩૪
પ્રશ્ન - અન્ય દર્શનવાળા અનુમાન, ઉપમાન, આગમ, અર્થપત્તિ, સંભવ, અભાવરૂપ પ્રમાણો પણ માને છે, તો શું એ પ્રમાણરૂપ નથી ?
જવાબ - અનુમાન વગેરે પ્રમાણો ઈન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષના નિમિત્તથી થાય છે. તેથી તેમનો સમાવેશ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં થઈ જાય છે. અથવા અનુમાન વગેરે પ્રમાણો મિથ્યાદૃષ્ટિઓએ સ્વીકાર્યા હોવાથી તે પ્રમાણરૂપ નથી.
♦ મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો - મતિજ્ઞાન, સ્મૃતિજ્ઞાન, સંજ્ઞાજ્ઞાન, ચિંતાજ્ઞાન, આભિનિબોધિકજ્ઞાન - આ બધા મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો છે. (સૂત્ર-૧/૧૩)
મતિજ્ઞાન - ઈન્દ્રિય અને મનના નિમિત્તે થનારું વર્તમાનકાળનું જ્ઞાન તે મતિજ્ઞાન.
સ્મૃતિજ્ઞાન - ઈન્દ્રિયોથી જણાયેલા રૂપાદિ વિષયો કાલાંતરે નાશ થાય તો પણ તેમનું જે સ્મરણ થાય તે સ્મૃતિજ્ઞાન.
સંજ્ઞાજ્ઞાન - ઈન્દ્રિયો વડે પૂર્વે અનુભવેલ પદાર્થને ફરી જોઈને ‘આ તે જ છે જેને મેં પૂર્વે જોયું હતું' એવું જ્ઞાન તે સંજ્ઞાજ્ઞાન.
ચિંતાજ્ઞાન - આગામી વસ્તુ આ રીતે થશે, આ રીતે નહીં - એમ વિચારવું તે ચિંતાજ્ઞાન.
આભિનિબોધિકજ્ઞાન - વસ્તુને સન્મુખ નિશ્ચિત જ્ઞાન તે આભિનિબોધિકજ્ઞાન.
મતિજ્ઞાનના પ્રકાર -
મતિજ્ઞાનના બે પ્રકાર છે - (સૂત્ર-૧/૧૪)