________________
૩૬
મતિજ્ઞાનના પ્રકારો
(ii) વ્યવહારિક અર્થાવગ્રહ - જે અપાય પછી ફરી ઈહા, અપાય, ધારણા થાય તે વ્યવહારિક અર્થાવગ્રહ છે.
(૨) ઈહા - વિષયના સામાન્ય સ્વરૂપનું જ્ઞાન કર્યા પછી વિશેષ ભેદની વિચારણા કરવી તે ઈહા. ઈહા, ઊહા, તર્ક, પરીક્ષા, વિચારણા, જિજ્ઞાસા – આ પર્યાયવાચી શબ્દો છે. દા.ત. આ પુરુષ હોવો જોઈએ.
(૩) અપાય - ઈહા પછી વસ્તુના ગુણ-દોષને વિચારીને વસ્તુમાં નહીં રહેલા ધર્મને દૂર કરવા પૂર્વક વસ્તુનો નિશ્ચય કરવો તે અપાય. અપાય, અપગમ, અપનોદ, અપવ્યાધ, અપેત, અપગત, અપવિદ્ધ, અપનુત્ય - આ પર્યાયવાચી શબ્દો છે. દા.ત. આ પુરુષ જ છે.
(૪) ધારણા - નિશ્ચિત કરેલ વસ્તુને મતિમાં ધારણ કરી રાખવી તે ધારણા. તેના ત્રણ પ્રકાર છે
-
(i) અવિચ્યુતિ - નિશ્ચિત કરેલ વસ્તુનો મતિમાંથી નાશ ન થવો તે. (ii) સંસ્કાર - નિશ્ચિત કરેલ વસ્તુને મતિમાં લબ્ધિરૂપે ધારણ કરવી તે.
(III) સ્મૃતિ - નિશ્ચિત કરેલ વસ્તુને કાલાન્તરે યાદ કરવી તે. ધારણા, પ્રતિપત્તિ, અવધારણ, અવસ્થાન, નિશ્ચય, અવગમ, અવબોધ - આ પર્યાયવાચી શબ્દો છે.
ઈહા, અપાય, ધારણા- અર્થના જ હોય છે, વ્યંજનના નહીં. આ ચારે પ્રકારનું મતિજ્ઞાન બાર પ્રકારે છે - (સૂત્ર-૧/૧૬) ૧) બહુ - દા.ત. ઘણી વસ્તુઓના સ્પર્શ વગેરેને જાણે તે. ૨) અલ્પ - દા.ત. એક વસ્તુના સ્પર્શ વગેરેને જાણે તે. ૩) બહુવિધ - દા.ત. એક જ વસ્તુના સ્પર્શના ઘણા પર્યાયોને જાણે તે.