SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એકાંતે પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે. ૩૪ પ્રશ્ન - અન્ય દર્શનવાળા અનુમાન, ઉપમાન, આગમ, અર્થપત્તિ, સંભવ, અભાવરૂપ પ્રમાણો પણ માને છે, તો શું એ પ્રમાણરૂપ નથી ? જવાબ - અનુમાન વગેરે પ્રમાણો ઈન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષના નિમિત્તથી થાય છે. તેથી તેમનો સમાવેશ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં થઈ જાય છે. અથવા અનુમાન વગેરે પ્રમાણો મિથ્યાદૃષ્ટિઓએ સ્વીકાર્યા હોવાથી તે પ્રમાણરૂપ નથી. ♦ મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો - મતિજ્ઞાન, સ્મૃતિજ્ઞાન, સંજ્ઞાજ્ઞાન, ચિંતાજ્ઞાન, આભિનિબોધિકજ્ઞાન - આ બધા મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો છે. (સૂત્ર-૧/૧૩) મતિજ્ઞાન - ઈન્દ્રિય અને મનના નિમિત્તે થનારું વર્તમાનકાળનું જ્ઞાન તે મતિજ્ઞાન. સ્મૃતિજ્ઞાન - ઈન્દ્રિયોથી જણાયેલા રૂપાદિ વિષયો કાલાંતરે નાશ થાય તો પણ તેમનું જે સ્મરણ થાય તે સ્મૃતિજ્ઞાન. સંજ્ઞાજ્ઞાન - ઈન્દ્રિયો વડે પૂર્વે અનુભવેલ પદાર્થને ફરી જોઈને ‘આ તે જ છે જેને મેં પૂર્વે જોયું હતું' એવું જ્ઞાન તે સંજ્ઞાજ્ઞાન. ચિંતાજ્ઞાન - આગામી વસ્તુ આ રીતે થશે, આ રીતે નહીં - એમ વિચારવું તે ચિંતાજ્ઞાન. આભિનિબોધિકજ્ઞાન - વસ્તુને સન્મુખ નિશ્ચિત જ્ઞાન તે આભિનિબોધિકજ્ઞાન. મતિજ્ઞાનના પ્રકાર - મતિજ્ઞાનના બે પ્રકાર છે - (સૂત્ર-૧/૧૪)
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy