________________
મતિજ્ઞાનના પ્રકારો
૩૫
(૧) ઈન્દ્રિયનિમિત્તક - પાંચ ઈન્દ્રિયોના નિમિત્તે થતું જ્ઞાન તે ઈન્દ્રિયનિમિત્તક મતિજ્ઞાન છે.
(૨) અનિન્દ્રિયનિમિત્તક - મનથી થતું જ્ઞાન અને ઓઘજ્ઞાન એ અનિન્દ્રિયનિમિત્તક મતિજ્ઞાન છે. વેલડી વગેરેનું દિવાલ વગેરે તરફ સરકવું તે ઓઘજ્ઞાન છે.
આ બંને પ્રકારનું મતિજ્ઞાન ચાર પ્રકારે છે - (સૂત્ર-૧/૧૫) (૧) અવગ્રહ ઈન્દ્રિયો અને મન વડે થતું પોતાના વિષયોનું સ્વરૂપ-નામ-જાતિ વગેરેની કલ્પના વિનાનું વસ્તુસામાન્યનું અવ્યક્ત જ્ઞાન તે અવગ્રહ. અવગ્રહ, ગ્રહ, ગ્રહણ, આલોચન, અવધારણ - આ પર્યાયવાચી શબ્દો છે. અવગ્રહ બે પ્રકારના છે -
-
·
(૧) વ્યંજનાવગ્રહ - વ્યંજનનો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ. (સૂત્ર૧/૧૮) ઈન્દ્રિયોના વિષયોનો ઈન્દ્રિયોની સાથેનો સંબંધ તે વ્યંજન. ઇન્દ્રિયોના વિષયોનો ઇન્દ્રિયોની સાથે સંબંધ થયા પછી થતો અત્યંત અવ્યક્ત બોધ તે વ્યંજનાવગ્રહ. ચક્ષુરિન્દ્રિય અને મનથી વ્યંજનાવગ્રહ થતો નથી. શેષ ચાર ઈન્દ્રિયોથી વ્યંજનાવગ્રહ થાય છે. (સૂત્ર-૧/૧૯)
(૨) અર્થાવગ્રહ - અર્થનો અવગ્રહ તે અર્થાવગ્રહ. ઈન્દ્રિયો અને મનના વિષયો તે અર્થ. વ્યંજનાવગ્રહ થયા પછી ‘આ કંઈક છે’ એવું અવ્યક્ત જ્ઞાન થાય તે અર્થાવગ્રહ. (સૂત્ર-૧/૧૭) અર્થાવગ્રહ બે પ્રકારના છે –
(i) નૈયિક અર્થાવગ્રહ - વ્યંજનાવગ્રહ થયા પછી ‘આ કંઈક છે’ એવું અવ્યક્ત જ્ઞાન થાય તે નૈશ્ચયિક અર્થાવગ્રહ. તે એક સમયનો હોય છે.