________________
છ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા
૨૧ (V) જીવમાં અને ઘણા જીવોમાં - જ્યારે જીવને ઘણા સાધુઓ વગેરેને
જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવમાં અને ઘણા
જીવોમાં છે, એમ કહેવાય. (vi) જીવમાં અને ઘણા અજીવોમાં - જ્યારે જીવને ઘણી પ્રતિમા
વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવમાં
અને ઘણા અજીવોમાં છે, એમ કહેવાય. ૫) સ્થિતિ - દર્શનમોહનીય કર્મના ઉપશમ કે ક્ષયોપશમથી થયેલા સમ્યગ્દર્શનને સમ્યગ્દર્શન કહેવાય છે. દર્શનમોહનીય કર્મના ક્ષયથી થયેલા સમ્યગ્દર્શનને સમ્યગ્દષ્ટિ કહેવાય છે.
સમ્યગ્દષ્ટિ બે પ્રકારે છે – (૧) સાદિસાત - શ્રેણિક વગેરેની જેમ. દર્શન ૭ નો ક્ષય થાય ત્યારે સાદિ. કેવળજ્ઞાન પામે ત્યારે સાંત. (અહીં સમ્યગ્દષ્ટિ રૂપી રૂચિને મતિજ્ઞાનનો ભેદ માની કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે મતિજ્ઞાનના નાશની સાથે સમ્યગ્દષ્ટિનો પણ અંત થાય, એ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ સાદિસાંત કહી છે. બાકી સમ્યગ્દષ્ટિ સાદિઅનંત જ હોય.)
(૨) સાદિઅનંત - સયોગી કેવલી ભગવંતો, અયોગી કેવલી ભગવંતો અને સિદ્ધ ભગવંતોને હોય.
સમ્યગ્દર્શન સાદિસાત જ હોય -
(૧) પથમિકસમ્યગ્દર્શનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
(૨) ક્ષાયોપથમિકસમ્યગ્દર્શનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ છે. અહીં ૮ વર્ષની વયે ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન પામી દીક્ષા લઈદેશોનપૂર્વક્રોડ વર્ષ સુધી તેને પાળીસમ્યગ્દર્શન સહિત વિજયાદિ ચાર વિમાનોમાં ઉત્પન્ન થાય. ત્યાં ૩૩ સાગરોપમ સુધી