________________
છ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા
૧૯ જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવનું અને ઘણા
અજીવોનું છે, એમ કહેવાય. (૩) સાધન - સમ્યગ્દર્શન શેનાથી થાય છે? સમ્યગ્દર્શન બે રીતે થાય છે –
(૧) નિસર્ગથી - સ્વાભાવિક રીતે. (૨) અધિગમથી - બીજાના ઉપદેશ વગેરેથી.
આ બંને રીતે થનારું સમ્યગ્દર્શન તેને આવરનારા કર્મોના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી થાય છે.
(૪) અધિકરણ -સમ્યગ્દર્શન શેમાં હોય? અહીં ત્રણ વિકલ્પો છે -
(૧) આત્મસંનિધાનથી - જ્યારે ઉત્પન્ન થનારા સમ્યગ્દર્શનના બાહ્ય નિમિત્તની વિવક્ષા ન કરાય ત્યારે સમ્યગ્દર્શન આત્મસંનિધનથી થયું એમ કહેવાય. આત્મસંનિધાનથી સમ્યગ્દર્શન જીવમાં હોય છે.
(૨) પરસંનિધાનથી - જ્યારે ઉત્પન્ન થનારા સમ્યગ્દર્શનના બાહ્ય નિમિત્તની વિવક્ષા કરાય ત્યારે સમ્યગ્દર્શન પરસંનિધાનથી થયું, એમ કહેવાય. પરસંનિધનથી સમ્યગ્દર્શન બાહ્ય નિમિત્તમાં હોય છે. અહીં છ વિકલ્પો છે – (i) જીવમાં - જ્યારે જીવને એક સાધુ વગેરેને જોઈને સમ્યગ્દર્શન
થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવમાં છે, એમ કહેવાય. (ii) અજીવમાં જ્યારે જીવને એક પ્રતિમા વગેરેને જોઈને સમ્યગ્દર્શન
થાય ત્યારે તે સમ્યગ્દર્શન અજીવમાં છે, એમ કહેવાય. (ii) બે જીવોમાં જયારે જીવને બે સાધુ વગેરેને જોઈને સમ્યગ્દર્શન
થાય ત્યારે તે સમ્યગ્દર્શન બે જીવોમાં છે, એમ કહેવાય.