________________
છ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા સમ્યગ્દર્શન પાળી સમ્યગ્દર્શન સાથે મનુષ્યમાં આવી દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમ પાળી ફરી સમ્યગ્દર્શન સાથે વિજયાદિ વિમાનોમાં જાય. ત્યાં ૩૩ સાગરોપમ સુધી સમ્યગ્દર્શન પાળી મનુષ્યમાં આવી દેશોન પૂર્વક્રોડ વર્ષનું સંયમ પાળી સિદ્ધ થાય. આમલાયોપથમિકસમ્યગ્દર્શનનો કુલ કાળ ૬૬ સાગરોપમ +૩ પૂર્વક્રોડ વર્ષ થયો. અથવા બે વાર વિજયાદિ વિમાનમાં ઉત્પન્ન થવાના બદલે ત્રણ વાર અય્યત દેવલોકમાં ઉત્પન્ન થઈને પણ ક્ષાયોપથમિક સમ્યગ્દર્શનનો સાધિક ૬૬ સાગરોપમ કાળ થઈ શકે.
(૬) વિધાન - સમ્યગ્દર્શનના ત્રણ પ્રકાર છે - (૧) ઔપથમિક સમ્યગ્દર્શન - તેના બે પ્રકાર છે. (i) પ્રથમ ઔપશમિક સમ્યગ્દર્શન - મિથ્યાત્વમોહનીયકર્મના
ઉપશમથી એટલે કે પ્રદેશોદય અને વિપાકોદય બન્નેના અભાવથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન તે પ્રથમ ઔપથમિક
સમ્યગ્દર્શન. (ii) ઉપશમશ્રેણિનું ઓપશમિક સમ્યગ્દર્શન - દર્શન ૭ (દર્શન
મોહનીય ૩ અને અનંતાનુબંધી ૪)ના ઉપશમથી ઉત્પન્ન થતું
સમ્યગ્દર્શન તે ઉપશમશ્રેણિનું ઔપથમિક સમ્યગ્દર્શન. (૨) ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન - દર્શન ૭ ના ક્ષયોપશમથી એટલે કે
ઉદયમાં આવેલા દલિતોના ક્ષયથી અને ઉદયમાં નહીં આવેલા દલિકોના ઉપશમથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન તે ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન છે. આમાં સમ્યક્વમોહનીયનો વિપાકોદય હોય છે Uતત્ત્વાર્થાધિગમસૂત્રની શ્રીસિદ્ધસેનગણિકૃત ટીકામાં સમ્યગ્દર્શનના ત્રણ પ્રકાર આ રીતે બતાવ્યા છે. (૧) ઔપથમિકસમ્યગ્દર્શન-દર્શન ૭ અને જ્ઞાનાવરણ કર્મના ઉપશમથી થતું સમ્યગ્દર્શન તે ઔપથમિક સમ્યગ્દર્શન છે. (૨) ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન - દર્શન ૭ અને જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી થતું સમ્યગ્દર્શન તે ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન છે. (૩) ક્ષાયિક સમ્યગ્દર્શન - દર્શન ૭ અને જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી થતું સમ્યગ્દર્શન તે ક્ષાયિક સમ્યગ્દર્શન છે. આનું કારણ એ છે કે ત્યાં સમ્યગ્દર્શનરૂપી રુચિને જ્ઞાનનો ભેદ માન્યો છે,