________________
૧૮
છ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા (i) ઘણા અજીવોનું - જ્યારે જીવને ઘણી પ્રતિમા વગેરે અજીવ
પદાર્થોને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન ઘણા અજીવોનું છે, એમ કહેવાય. (૩) ઉભયસંયોગથી - જ્યારે સમ્યગ્દર્શનના આત્મારૂપ અત્યંતર નિમિત્ત અને સાધુ, પ્રતિમા વગેરે રૂપ બાહ્ય નિમિત્તની વિવક્ષા કરાય ત્યારે ઉભયસંયોગથી સમ્યગ્દર્શન થયું, એમ કહેવાય. ઉભયસંયોગથી સમ્યગ્દર્શન આત્માને અને પરને બંનેને હોય છે. અહીં છ વિકલ્પો છે – (i) જીવનું અને જીવનું - જ્યારે જીવને એક સાધુ વગેરેને જોઈને
સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શને જીવનું અને જીવનું છે,
એમ કહેવાય. (i) જીવનું અને અજીવનું જયારે જીવને એક પ્રતિમા વગેરેને જોઈને
સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવનું અને અજીવનું છે,
એમ કહેવાય. (ii) જીવનું અને બે જીવોનું - જ્યારે જીવને બે સાધુ વગેરેને જોઈને
સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવનું અને બે જીવોનું
છે, એમ કહેવાય. (iv) જીવનું અને બે અજીવોનું - જયારે જીવને બે પ્રતિમા વગેરેને
જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવનું અને બે
અજીવોનું છે, એમ કહેવાય. (V) જીવનું અને ઘણા જીવોનું - જ્યારે જીવને ઘણા સાધુઓ વગેરેને
જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શને જીવનું અને ઘણા
જીવોનું છે, એમ કહેવાય. (vi) જીવનું અને ઘણા અજીવોનું - જયારે જીવને ઘણી પ્રતિમા વગેરેને