________________
૧૬
છ અનુયોગદ્વારોથી જીવતત્ત્વની વિચારણા ચારેનો સ્વામી છે. જીવની ઉપર પણ બીજા જીવો મૂર્છા વગેરે કરે છે. તેથી જીવના પણ બીજા જીવો સ્વામી છે.
(૩) સાધન - જીવ કોનાથી સધાય છે ? જીવ હંમેશા અવસ્થિત હોવાથી કોઈથી પણ સધાતો નથી. અથવા બાહ્ય પુદ્ગલો વડે દેવ વગેરે જીવો સધાય છે, એટલે કે તે તે સ્થાનમાં લઈ જવાય છે.
(૪) અધિકરણ - જીવનો આધાર શું? નિશ્ચયથી જીવ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, વ્યવહારથી જીવ શરીર-આકાશ વગેરેમાં પ્રતિષ્ઠિત છે.
(૫) સ્થિતિ - જીવ જીવ તરીકે કેટલો કાળ રહે છે? ભવોની અપેક્ષા વિના જીવ જીવ તરીકે સર્વકાળ રહે છે. દેવાદિ ભવોની અપેક્ષાએ જ્યાં જેટલી સ્થિતિ હોય ત્યાં તેટલો કાળ દેવ વગેરે તરીકે જીવ રહે છે.
(૬) વિધાન - જીવના પ્રકાર કેટલા છે? ત્રસ-સ્થાવર વગેરે જીવોના પ્રકારો છે. તે આગળ કહેવાશે.
આમ શેષ તત્ત્વોની પણ આ છ દ્વારોથી વિચારણા કરવી. નિર્દેશાદિ દ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા -
(૧) નિર્દેશ - સમ્યગ્દર્શન શું છે ? સમ્યક્ત્વમોહનીયના પુગલોના ભોગવટાથી જીવ (ક્ષાયોપથમિક) સમ્યગ્દર્શન પામે છે. તેથી (કારણમાં કાર્યનો ઉપચાર કરીને) સમ્યગ્દર્શન એ દ્રવ્ય છે. મુખ્યતય સમ્યગ્દર્શન એ આત્માનો પરિણામ હોવાથી દ્રવ્યનયની અપેક્ષાએ સમ્યગ્દર્શન એ દ્રવ્ય છે અને પર્યાયનયની અપેક્ષાએ સમ્યગ્દર્શન એ ગુણ છે.
| Lદ્રવ્યને મુખ્યરૂપે માનનારો નય તે દ્રવ્યનય.
A પર્યાયને મુખ્યરૂપે માનનારો નય તે પર્યાયનય.