________________
છ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા
૧૭ (૨) સ્વામિત્વ-સમ્યગ્દર્શન કોને હોય? અહીં ત્રણ વિકલ્પો છે
(૧) આત્મસંયોગથી - જ્યારે ઉત્પન્ન થનારા સમ્યગ્દર્શનના પ્રતિમા વગેરે બાહ્ય નિમિત્તોની અપેક્ષા ન કરાય ત્યારે આત્મસંયોગથી સમ્યગ્દર્શન થયું, એમ કહેવાય. આત્મસંયોગથી સમ્યગ્દર્શન જીવને હોય છે.
(૨) પરસંયોગથી - જ્યારે ઉત્પન્ન થનારા સમ્યગ્દર્શનના પ્રતિમા વગેરે બાહ્ય નિમિત્તોની અપેક્ષા કરાય ત્યારે પરસંયોગથી સમ્યગ્દર્શન થયું, એમ કહેવાય. પરસંયોગથી સમ્યગ્દર્શન જે નિમિત્તથી તે થયું હોય તેને હોય છે. અહીં છ વિકલ્પો છે – (i) જીવનું - જ્યારે જીવને એક સાધુ વગેરેને જોઈને સમ્યગ્દર્શન
થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવનું છે, એમ કહેવાય. (i) અજીવનું - જ્યારે જીવને પ્રતિમા વગેરે કોઈ એક અજીવ પદાર્થને
જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન અજીવનું છે, એમ
કહેવાય. (i) બે જીવોનું - જ્યારે જીવને બે સાધુ વગેરેને જોઈને સમ્યગ્દર્શન
થાય ત્યારે તે સમ્યગ્દર્શન બે જીવોનું છે, એમ કહેવાય. (iv) બે અજીવોનું - જ્યારે જીવને બે પ્રતિમા વગેરે અજીવ પદાર્થોને
જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન બે અજીવોનું છે,
એમ કહેવાય. (૫) ઘણા જીવોનું - જ્યારે જીવને ઘણા સાધુ વગેરેને જોઈને
સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન ઘણા જીવોનું છે, એમ કહેવાય.