SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ છ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા ૧૭ (૨) સ્વામિત્વ-સમ્યગ્દર્શન કોને હોય? અહીં ત્રણ વિકલ્પો છે (૧) આત્મસંયોગથી - જ્યારે ઉત્પન્ન થનારા સમ્યગ્દર્શનના પ્રતિમા વગેરે બાહ્ય નિમિત્તોની અપેક્ષા ન કરાય ત્યારે આત્મસંયોગથી સમ્યગ્દર્શન થયું, એમ કહેવાય. આત્મસંયોગથી સમ્યગ્દર્શન જીવને હોય છે. (૨) પરસંયોગથી - જ્યારે ઉત્પન્ન થનારા સમ્યગ્દર્શનના પ્રતિમા વગેરે બાહ્ય નિમિત્તોની અપેક્ષા કરાય ત્યારે પરસંયોગથી સમ્યગ્દર્શન થયું, એમ કહેવાય. પરસંયોગથી સમ્યગ્દર્શન જે નિમિત્તથી તે થયું હોય તેને હોય છે. અહીં છ વિકલ્પો છે – (i) જીવનું - જ્યારે જીવને એક સાધુ વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવનું છે, એમ કહેવાય. (i) અજીવનું - જ્યારે જીવને પ્રતિમા વગેરે કોઈ એક અજીવ પદાર્થને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન અજીવનું છે, એમ કહેવાય. (i) બે જીવોનું - જ્યારે જીવને બે સાધુ વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન બે જીવોનું છે, એમ કહેવાય. (iv) બે અજીવોનું - જ્યારે જીવને બે પ્રતિમા વગેરે અજીવ પદાર્થોને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન બે અજીવોનું છે, એમ કહેવાય. (૫) ઘણા જીવોનું - જ્યારે જીવને ઘણા સાધુ વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન ઘણા જીવોનું છે, એમ કહેવાય.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy