Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५२
तत्त्वन्यायविभाकरे स्येति । एतासां ज्ञानावरणीयादिप्रकृतीनामात्मप्रदेशेषु कालविभागेनावस्थानं स्थितिबन्धः, तत्तत्प्रकृतिस्वभावादविच्युतिर्नियतकालमिति वा । नियतकालानां कर्मणां तीव्रमन्दादिभावेन विपाकवत्ता रसबन्धोऽनुभावबन्धापरनामा कर्मपुद्गलगतसामर्थ्यविशेषानुभवो वा । आत्मप्रदेशेषु कर्मपुद्गलद्रव्यपरिणामनिरूपणं प्रदेशबन्धः, कर्मभावपरिणतपुद्गलस्कन्धानां परमाणुपरिच्छेदेनावधारणं वेति चतुर्विधो बन्ध इति भावः ॥
બંધતત્ત્વ વિભાગ ભાવાર્થ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારનો બંધ છે.
વિવેચન- બંધ-જીવપ્રદેશોની સાથે કર્મનાશક પુદ્ગલોનો ક્ષીરનીર સંબંધની માફક પરસ્પર સર્વાત્મના સંબંધ બંધ' કહેવાય છે.
બંધન રૂપ એટલે પરતંત્ર કરવા રૂપ ક્રિયા. તે બંધ પુદ્ગલ અને આત્મામાં હોઈ, ક્રિયા અને ક્રિયાવાનનો (અહીં અસ્વતંત્ર કરવા રૂપ ક્રિયા અને ક્રિયાવાન એટલે જનતા રૂપે દર્શનાવરણ આદિ અને આધારતાની અપેક્ષાએ આત્મા ક્રિયાવાન કહેવાય છે.) કથંચિત્ અભેદ હોવાથી, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય રૂપ આઠ પ્રકારની કર્મરૂપી પ્રકૃતિઓ બંધનાત્મક શબ્દથી વાચ્ય થાય છે.
જયારે પ્રકૃતિ શબ્દ સ્વભાવવાચક હોય, ત્યારે પ્રકૃતિનો અર્થ જ્ઞાનાવરણ આદિ કર્મ નથી એ વાત દર્શાવતા અથવા પ્રકૃતિઓ એટલે આઠ પ્રકારના કર્મના કાર્ય રૂપ સ્વભાવો.
જેમ કે- જ્ઞાનાવરણીયકર્મનો સ્વભાવ વિશેષતયા અર્થવિષયક જ્ઞાનનો અભાવ, દર્શનાવરણીકર્મનો સ્વભાવ સામાન્યતયા અર્થવિષયક બંધ રૂપ આલોચનનો અભાવ, વેદનીયકર્મનો સ્વભાવ સુખ અને દુઃખનો અનુભવ, મોહનીયકર્મનો સ્વભાવ તત્ત્વાર્થની અશ્રદ્ધા (મિથ્યાત્વ) અને અવિરતિ રૂપ અસંયમ, આયુષ્યકર્મનો સ્વભાવ ભવમાં ધારવું, નામકર્મનો સ્વભાવ નારક આદિ નામનું કરવું, ગોત્રકર્મનો સ્વભાવ સત્યુલીન તરીકે-અસત્કલીન તરીકે બોલાવવો, અને અંતરાયકર્મનો સ્વભાવ દાન આદિ પંચકમાં વિઘ્ન કરવો. ઇતિ ‘પ્રકૃતિબંધ.”
આ જ્ઞાન આવરણ આદિ પ્રકૃતિઓનું આત્માના પ્રદેશોમાં કાળના વિભાગપૂર્વક રહેવું એ ‘સ્થિતિબંધ છે. અર્થાત્ તે તે કર્મપ્રકૃતિનું સ્વભાવથી નહિ ચલિત થવું અથવા નિયત કાળપર્યત રહેવું.
નિયત કાળવાળા કર્મોના તીવ્ર, મંદ આદિ ભાવથી વિપાક તે “રસબંધ છે. તેનું બીજું નામ અનુભવબંધ છે. અથવા કર્મનાશક પુગલગત સામર્થવિશેષનો અનુભવ.
આત્માના પ્રદેશોમાં કર્મપુદ્ગલના દ્રવ્યના પરિમાણનું કથન અથવા કર્મપણે પરિણમેલ પુદ્ગલસ્કંધોના પરમાણુઓના પરિમાણનું અવધારણ, એ પ્રદેશબંધ' કહેવાય છે. આ પ્રમાણે ચાર પ્રકારનો બંધ સમજવો. આમ ભાવ છે.