Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - ७, पञ्चमः किरणे
२३३
અર્થાત્ સંશિપંચેન્દ્રિય મનોગત ભાવ માત્ર જ્ઞાપક-પ્રત્યક્ષ જ્ઞાનાવરણ કારણત્વ વિશિષ્ટ કર્મત્વ એવું લક્ષણ કહેવું. તેથી કેવલજ્ઞાનાવરણ કર્મમાં અતિવ્યાપ્તિ નથી.
વળી મન:પર્યાયજ્ઞાનવાળાને તો વિચારેલા-ચિંતિત બાહ્ય રૂપ પદાર્થોનું જ્ઞાન તો અનુમાનથી થાય છે.
જેમ અવધિજ્ઞાનાવરણના લક્ષણમાં યાયમૂર્તિ માત્ર દ્રવ્ય “જેટલા મૂર્તદ્રવ્યો છે, તેટલા બધા મૂર્તદ્રવ્યો એમ કહેલ છે, તેમ અહીં “મનોગત યાવભાવ માત્ર જ્ઞાપક જેટલાં માનસિક ભાવો છે. તેટલા ભાવોનું જ્ઞાપક એમ નહિ કહેવું, કેમ કે-ઋજુમતિ મન:પર્યાયજ્ઞાનાવરણ કર્મમાં આવ્યાપ્તિ છે. આ કર્મ દેશઘાતી છે. મતિજ્ઞાનાવરણ કર્મની માફક બન્ને સ્થિતિ સમજી લેવી.
अथ केवलज्ञानावरणमाह
मनइन्द्रियनिरपेक्षलोकालोकवतिसकलद्रव्यपर्यायप्रदर्शकप्रत्यक्षज्ञानावरणसाधनं कर्म केवलज्ञानावरणम् । इति ज्ञानावरणीयपञ्चकम् । ७ ।
मनइन्द्रियनिरपेक्षेति । अत्रापि मनइन्द्रियनिरपेक्षेति प्रत्यक्षविशेषणमव्यवहितात्मद्रव्यसमुत्थत्वेन पारमार्थिकप्रत्यक्षत्वसूचनपरम् । अशेषद्रव्यपर्यायग्राहिप्रत्यक्षज्ञानावरणहेतुकत्वे सति कर्मत्वं तु लक्षणम् । सर्वघातीदम, उभयविधा स्थितिरपि मतिज्ञानावरणवत् । अत्रात्मनो ज्ञस्वभावस्य प्रकाशरूपस्य ज्ञानावरणक्षयोपशमक्षयसमुद्भवाः प्रकाशविशेषा मतिज्ञानादिव्यपदेश्याः पर्याया इति बहुविकल्पास्तत्र च मत्यादिज्ञानावरणादयोऽपि बहुविकल्पा भवन्तीति बोध्यम् । नन्वभव्यस्य मनःपर्यवज्ञानशक्तिः केवलप्राप्तिसामर्थ्यञ्चास्ति न वा ? चेदस्ति, अभव्यत्वानुपपत्तिर्यदि नास्ति तर्हि कथं तत्र तदावरणसद्भावः, उभयसामर्थ्याभावादिति चेन्नादेशवचनादुक्तं हि द्रव्यार्थादेशेन सतोस्तयोरावरणम् । पर्यायार्थिकनयेनासतोरपीति । न च द्रव्यार्थदेशेनाभव्यस्य तयोः सत्त्वे भव्यत्वापत्तिरितिवाच्यम् । सम्यक्त्वादिपर्यायव्यक्ति योगार्हस्यैव भव्यत्वं तद्विपरीतस्याभव्यत्वमिति नियम इति न कोऽपि दोषः । इमान्येव विभागवाक्ये पूर्वोक्ते ज्ञानावरणीयपञ्चकपदेनोक्तानीति सूचयतीतीति ।।
કેવલજ્ઞાનાવરણકર્મને જણાવે છેભાવાર્થ- મન, ઈન્દ્રિયનિરપેક્ષ, લોકાલોકવર્તી સકલ દ્રવ્યપર્યાયપ્રદર્શક પ્રત્યક્ષ જ્ઞાનાવરણ સાધનભૂત કર્મ કેવલજ્ઞાનાવરણ.” આ પ્રમાણે જ્ઞાનાવરણીય પંચક (પાંચેયનો સમુદાય) કહેવાય છે, તે સમાપ્ત થાય છે. - વિવેચન- અહીં પણ “મનઈન્દ્રિયનિરપેક્ષ' આ પ્રમાણેનું પદ, જે પ્રત્યક્ષનું વિશેષણ છે-અવ્યવહિત (સાક્ષાતુ) આત્મદ્રવ્ય માત્રથી જન્ય હોઈ પારમાર્થિક પ્રત્યક્ષપણાનું સૂચક છે. “સકલ દ્રવ્યપર્યાય ગ્રાહક પ્રત્યક્ષ જ્ઞાનાવરણ હેતુત્વ વિશિષ્ટ કર્મત્વ, એ લક્ષણ છે. આ કર્મ સર્વઘાતી છે. મતિજ્ઞાનાવરણની માફક બન્ને સ્થિતિ જાણવી.