Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૧, નવમ: વિર: ૦ જયાં ગુણશ્રેણિ છે, ત્યાં પ્રાયઃ દેશોપશમના-નિધત્તિ-નિકાચના-યથાપ્રવૃત્ત-સંક્રમો પણ થાય છે. ત્યાં ગુણપ્રદેશો થોડા છે, તેનાથી દેશોપશમના અસંખ્યાતગુણા છે, તેનાથી નિધત્ત અસંખ્યાતગુણા છે, તેનાથી નિકાચિત અસંખ્યાતગુણા છે અને તેનાથી યથાપ્રવૃત્ત સંક્રમથી સંક્રાન્ત અસંખ્યાતગુણા હોય છે.
૦ સ્વામીઓ-સઘળાય એકેન્દ્રિય-દ્વિન્દ્રિય ત્રિન્દ્રિય-ચૌરિન્દ્રિય-અસંજ્ઞી-સંજ્ઞીપંચેન્દ્રિય-તિર્યંચ-નારકોદેવો અને મનુષ્યો, સંભવ પ્રમાણે અપૂર્વકરણ સુધીના જીવો, સર્વ કમની દેશોપશમનાના સ્વામીઓ છે.
હવે પ્રસંગથી દેશોપશમના કંઈક વિચારાય છે.
૦ દેશોપશમના, આઠ (૮) મૂલપ્રકૃતિઓની અપૂર્વ ગુણસ્થાનકથી આગળ જઈને પડનારાઓને પ્રવર્તતી “સાદિ' કહેવાય છે. તે નહીં પ્રાપ્ત કરનારાઓને “અનાદિ છે, અભવ્યોને “ધ્રુવ' છે અને ભવ્યોને તો “અદ્ભવ છે.
૦ દેશોપશમનાને ઉદ્દેશી મોહનીયના ૪-૫-૬-૭-૮-૨૧ના ભેદથી છ (૬) પ્રકૃતિસ્થાનો છે. બાકીના સ્થાનો તો અનિવૃત્તિ બાદરમાં પ્રાપ્ત થતા હોવાથી અહીં સંભવિત નથી.
૦ મિથ્યાદૃષ્ટિ-સાસ્વાદન-સમ્યગુ મિથ્યાષ્ટિ-વેદક સમ્યગ્દષ્ટિઓને (૨૮) સ્થાનો છે, સમ્યક્ત્વમોહનીયની ઉદ્દલના કરનાર મિથ્યાષ્ટિને કે સમ્યગુ મિથ્યાદષ્ટિને (૨૭) સ્થાનો છે અને ઉદ્વલિત સમ્યક્ત્વવાળા સમ્યક્ મિથ્યાદૃષ્ટિને અથવા અનાદિ મિથ્યાદષ્ટિને છવીશ (૨૬) સ્થાનો છે. છવીશની સત્તાવાળા સમ્યકત્વને પેદા કરતાં મિથ્યાદષ્ટિને અપૂર્વકરણથી પછી (૨૫) સ્થાનો જાણવાં, કેમ કેમિથ્યાત્વપ્રદેશના ઉપશમનાનો અભાવ છે.
૦ તેમજ અનંતાનુબંધીઓના ઉદ્દલનમાં અપૂર્વકરણથી પછી વિદ્યમાનને (૨૪) સ્થાનો છે, ચોવીશ સત્તાવાળાને (૨૪) સ્થાનો છે.
૦ સપ્તકના ક્ષય કરનારને (૨૧) સ્થાનો છે. ઇતિ.
૦ નામકર્મના તો ૧-૧૦૩, ૨-૧૦૨, ૩-૯૬, ૪-૯૫, ૫-૯૩, ૬-૮૪, ૭-૮૨, આ પ્રમાણે દેશોપશમનાના યોગ્ય સ્થાનો છે.
ત્યાં પહેલાના ચાર સ્થાનો અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમ સમય સુધી જાણવા, પછીથી નહિ. બાકીના ત્રણ સ્થાનો એકેન્દ્રિયોને હોય છે, શ્રેણિને પામનારાને તો સંભવતા નથી. શેષ સ્થાનો અપૂર્વગુણસ્થાનક પછી મેળવાય છે, માટે તે દેશોપશમનાને અયોગ્ય છે.
0 જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય-અંતરાયોને એક એક પ્રકૃતિસ્થાન દેશોપશમનાને યોગ્ય છે. ત્યાં જ્ઞાનાવરણ અને અંતરાયને પાંચ પ્રકૃતિરૂપ એક એક સ્થાન, દર્શનાવરણને નવ પ્રકૃતિરૂપ એક એક સ્થાન અને વેદનીયને બે પ્રકૃતિરૂપ એક એક સ્થાન હોય છે.
૦ આયુષ્યને તો બે પ્રકૃતિસ્થાન રૂપ બે પ્રકૃતિઓ અને એક પ્રકૃતિ હોય છે. ત્યાં પરભવના આયુષ્યને નહીં બાંધનારને એક પ્રકૃતિ, પરભવના આયુષ્યને બાંધનારને બે આયુષ્યના સ્થાનો (એક ચાલુ અને એક પરભવનું) હોય છે.