Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६७६
तत्त्वन्यायविभाकरे
લક્ષણ - સામાન્ય વિશેષસ્વરૂપી વસ્તુમાં રહેલ વિશેષના વિષયવાળા બોધમાં આવરણનું કારણ પણું હોયે છતે કર્મપણું, એ જ્ઞાનાવરણનું લક્ષણ છે.
પદકૃત્ય - અહીં વસ્તુનું સામાન્ય વિશેષાત્મક એવું વિશેષણ, વસ્તુનું સામાન્ય વિશેષાત્મકત્વરૂપ સ્વરૂપ દર્શાવવા માટે છે, તેથી સામાન્યરૂપપણું જ કે વિશેષરૂપપણું જ વસ્તુનું સ્વરૂપ છે, એવા એકાન્તિક પક્ષનું ખંડન થાય છે. દર્શનાવરણમાં અતિવ્યાપ્તિના વારણ માટે “વસ્તુનિઇ વિશેષ વિષયક'- એવું પદ મૂકેલું છે. -
જ્ઞાનાવરણબંધના વિશેષ હેતુઓ(૧) મતિ આદિ જ્ઞાન, સાધુ આદિ જ્ઞાની અને જ્ઞાનસાધન પુસ્તક આદિ પ્રત્યે અનિષ્ટ આચરણથીશત્રુતાથી જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે.
(૨) મતિ આદિ જ્ઞાનો મોક્ષ પ્રત્યે મૂળ સાધન છે, એવા કથનમાં કોઈ એકનો અકથનીય જે અંતમાં રહેલ દુર્જનતાનો પરિણામ, હાર્દિક અપ્રીતિરૂપ “પ્રદોષ'-પ્રદ્વેષ, એ જ્ઞાનાવરણનો વિશેષ હેતુ છે.
(૩) જે કાંઈ પરનિમિત્તને ઉદ્દેશીને અર્થાત્ જે જ્ઞાનીની પાસે અભ્યાસ કર્યો હોય તે તેને છૂપાવે, તે જ્ઞાની કે જ્ઞાનનો નિદ્વવ' જ્ઞાનાવરણનો વિશેષ હેતુ છે.
(૪) દાનપાત્રને, દાનયોગ્ય પણ ભાવિત જ્ઞાન જ કારણથી અપાતું નથી, તે માત્સર્યદોષ જ્ઞાનાવરણનો વિશેષ હેતુ છે.
(૫) મલિનતા આદિથી જ્ઞાનનો વ્યવચ્છેદ કરવારૂપ, જ્ઞાની આદિ પ્રત્યે ભોજન-પાન-વસ્ત્રઉપાશ્રયલાભના નિવારવારૂપ અંતરાય, એ જ્ઞાનાવરણનો વિશેષ હેતુ છે.
(૬) મનથી, વચનથી કે કાયાથી જ્ઞાન કે જ્ઞાનીનો અનાદર, જાતિ આદિના ઉઘાડવા આદિ હેલના, આસાદન-આશાતના” જ્ઞાનાવરણનો વિશેષ હેતુ છે.
(૭) જ્ઞાન-જ્ઞાની-શાન સાધનનો મૂળથી વિનાશ, પ્રશસ્ત એવા જ્ઞાનમાં દૂષણરૂપ ઉપઘાત, એ જ્ઞાનાવરણનો વિશેષ હેતુ છે. આ પ્રમાણે જ દર્શનવિષયવાળા હેતુઓ જ્ઞાનના સ્થાને દર્શનપદના પ્રક્ષેપથી આ જ વિચારવા.
अथ दर्शनावरणस्वरूपमाह - आत्मनस्सामान्यबोधावरणसाधनं कर्म दर्शनावरणम् ।३०।
आत्मन इति । सामान्यविशेषात्मके वस्तुनि सामान्यग्रहणात्मको यो बोधो दर्शनं तदावरणकारणं कर्मेत्यर्थः । वस्तुनिष्ठसामान्यविषयकबोधावरणकारणत्वे सति कर्मत्वं लक्षणम् ॥ ज्ञानदर्शनावरणयोरालस्यस्वपनशीलतानिद्रादरप्राणातिपातादयोऽपि हेतवोऽवसेयाः ॥