Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 758
________________ સૂત્ર - ૨૨-૨૨, રશમઃ વિર: ७२१ ૦ અનંતાનુબંધી ક્રોધ વગેરે, સમ્યગ્દર્શનની સાથે થનાર, ક્ષમા આદિ સ્વરૂપવાળા ઉપશમ આદિ રૂપ ચારિત્રના અંશના પ્રતિબંધક છે, કેમ કે-ચારિત્રમોહનીય છે. શંકા - ઉપશમ આદિથી સમકિતી, ચારિત્રી કહેવાશે જ ને? સમાધાન - અલ્પતા હોઈ ચારિત્રી કહેવાય નહીં. જેમ કે- એક કાર્ષા પણ (કોડીરૂપિયાવાળો) ધનપતિ કહેવાતો નથી. પરંતુ મહાન મૂલગુણ મહાવ્રત આદિ રૂપથી ચારિત્રી કહેવાય છે. જેમ કે-મનની સંજ્ઞાથી સંજ્ઞી કહેવાય છે. એથી જ ત્રણ પ્રકારનું દર્શનમોહનીય, પચીશ (૨૫) પ્રકારનું ચારિત્રમોહનીય છે. શંકા - ચારિત્રના આવારકમાં સમ્યકત્વના આવારકપણાની અઘટમાનતા છે અને તે પ્રકારે જો માનો, તો સાત (૭) પ્રકારનું દર્શનમોહનીય અને એકવીશ (૨૧) પ્રકારનું ચારિત્રમોહનીય થશે જ ને ? સમાધાન - અનંતાનુબંધીઓથી જ સમ્યકત્વ આવૃત્ત થવાથી મિથ્યાત્વમાં નિરર્થકપણાની આપત્તિ આવશે ! આવૃત્તિમાં પણ આવરણ માનવાથી અનવસ્થા નામક દોષ છે. તેથી જેમ કષાયોનું કેવલજ્ઞાન પ્રત્યે અનાવારકપણું છતાં કષાયનો ક્ષય, કેવલજ્ઞાન પ્રત્યે કારણપણાએ કહેવાય છે, કેમ કે-તે કષાયક્ષય હોયે છતે જ તે કેવલજ્ઞાન હોય છે. તેવી રીતે અનંતાનુબંધીઓનો ઉદય હોયે છતે મિથ્યાત્વનો ક્ષયોપશમ થતો નથી અને મિથ્યાત્વના ક્ષયોપશમનો અભાવ થવાથી સમ્યકત્વ થતું નથી. માટે સમ્યકત્વસહચારી ઉપશમ આદિ ગુણોનું આવારકપણું અનંતાનુબંધીઓમાં માનેલું છે. સમ્યગ્દર્શનમોહનીયનું (ક્ષયોપશમ સમ્યકત્વનું) કવચિત્ સાત પ્રકારપણાનું કથન તો સમ્યત્વસહચારી (શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્ય અથવા સાત રૂચિરૂ૫) ગુણોમાં સમ્યકત્વના ઉપચારની અપેક્ષાએ છે. ૦ દેશવિરતિના આધારકો અપ્રત્યાખ્યાન કષાયો છે. ૦ સર્વવિરતિના ઘાતકો પ્રત્યાખ્યાન કષાયો છે. ૦ યથાખ્યાતચારિત્રના આવારકો સંજ્વલન કષાયો છે. सम्प्रति ज्ञानमार्गणाभेदमाह - मतिश्रुतावधिमनःपर्यवकेवलमत्यज्ञानश्रुताज्ञानविभङ्गज्ञानभेदादष्टौ ज्ञानमार्गणाः । मिथ्यादृष्टीनां मतिश्रुतावधयः क्रमेण मत्यज्ञानश्रुताज्ञानविभङ्गज्ञानान्युच्यन्ते । अत्र पञ्चविधत्वेऽपि ज्ञानानामन्वेषणाप्रस्तावे आद्यत्रयविपरीतानामपि मत्यज्ञानादीनां ज्ञानत्वेन ग्रहणादष्टविधत्वं ज्ञानमार्गणाया बोध्यम् । मनःपर्यवकेवलयोस्तु वैपरीत्याभाव एव । अग्रे संयमादिष्वप्येवमेव वैपरीत्येन मार्गणा विज्ञेयाः ।१२।

Loading...

Page Navigation
1 ... 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814