Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
७६२
तत्त्वन्यायविभाकरे लिङ्गस्वलिङ्गरूपे स्त्रीलिङ्गपुरुषलिङ्गनपुंसकलिङ्गरूपे, प्रत्येकबुद्धस्वयम्बुद्धबुद्धबोधितरूपे वा भेदत्रये शेषभेदानामन्तर्भावात्, किन्तु विशेषपरिज्ञानार्थमेव ग्रन्थारम्भ इति ॥......
તીર્થ-લિંગ-બુદ્ધદારોને કહે છેભાવાર્થ - સિદ્ધો પણ જિન-અજિન-તીર્થ-અતીર્થ-ગૃહિલિંગ-અન્યલિંગ-સ્વલિંગ-સ્ત્રીલિંગ-પુરૂષલિંગનપુંસકલિંગ-પ્રત્યેકબુદ્ધ-સ્વયંબુદ્ધ-બુદ્ધબોધિત-એક અને અનેક રૂપ સિદ્ધોના ભેદથી પંદર પ્રકારના છે.
વિવેચન - અહીં આ ભાવ છે કે-સિદ્ધોના આ ભેદ વાસ્તવિક નથી, કેમ કે સકળ કર્મનો ક્ષય અને કેવલજ્ઞાન આદિ ગુણો સઘળા સિદ્ધોમાં સમાન છે. પરંતુ સિદ્ધત્વની પ્રાપ્તિથી પૂર્વકાલિન સંસાર અવસ્થાને આશ્રીને ભેદ કહેવાયોગ્ય છે. અહીં આ જાણવાનું છે કે-ખરેખર, સિદ્ધ-કેવલજ્ઞાન બે પ્રકારનું છે. એક અનંતરસિદ્ધ કેવલજ્ઞાન અને બીજું પરંપરસિદ્ધ કેવલજ્ઞાન. (૧) સિદ્ધત્વના પ્રથમ સમયમાં વર્તમાનનું કેવલજ્ઞાન પહેલા નંબરનું છે અને (૨) વિવણિત-સિદ્ધત્વના પ્રથમ સમયથી માંડી દ્વિતીય આદિ સમયોમાં ઠેઠ અનંતકાળ સુધી વર્તમાનોનું કેવલજ્ઞાન પરંપરસિદ્ધ કેવલજ્ઞાન છે. ત્યાં અનંતરસિદ્ધ કેવલજ્ઞાન પંદર પ્રકારનું છે અને તે સિદ્ધત્વ પ્રાપ્તિના અવ્યવહિત પૂર્વકાલિન ભવની અવસ્થાની અપેક્ષાએ સિદ્ધો પંદર પ્રકારના કહેલા છે. પરંપરસિદ્ધ કેવલજ્ઞાન તો અનેક પ્રકારનું છે અને તે અપ્રથમ સમયસિદ્ધ, દ્વિસમય-ત્રિસમયસિદ્ધ, ચતુ સમયસિદ્ધ આદિ ભેદથી ભાવવું.] ત્યાં પણ આ ભેદો અમુક અમુકમાં સમાવેશ પામતા નથી એમ નહીં, પામે છે. જેમ કે- જિન-અજિનરૂપ બે ભેદમાં, તીર્થ-અતીર્થરૂપ બે ભેદમાં, અથવા એક-અનેકરૂપ બે ભેદમાં, ગૃહિલિંગ-અન્યલિંગ-સ્વલિંગરૂપ ત્રણ ભેદમાં, સ્ત્રીલિંગ-પુરૂષલિંગ-નપુંસકલિંગરૂપ ત્રણ ભેદમાં, અથવા પ્રત્યેકબુદ્ધ-સ્વયંબુદ્ધ-બુદ્ધબોધિતરૂપ ત્રણ ભેદમાં. બાકીના સર્વ ભેદોનો સમાવેશ થાય છે. પરંતુ વિશેષ પરિજ્ઞાન માટે જ ગ્રંથનો આરંભ છે, એમ જાણવું.
अथ जिनाजिनसिद्धानाह -
अनुभूततीर्थकरनामविपाकोदयजन्यसमृद्धयो मुक्ता जिनसिद्धाः । यथा ऋषभादयः, अननुभूततीर्थकरनामविपाकोदयजन्यसमृद्धयो मुक्ता अजिनसिद्धाः । यथा पुण्डरीकનાથરાયઃ રૂદ્દા. अनुभूतेति स्पष्टम् । अजिनसिद्धानाह अननुभूतेति । स्पष्टम् ॥
હવે જિનસિદ્ધ-અજિનસિદ્ધ ભેદોને કહે છેભાવાર્થ - તીર્થંકર નામકર્મના વિપાકરૂપ ઉદયથી જન્ય સમૃદ્ધિ-પરઐશ્વર્યનો અનુભવ કરનારા, મુક્તિએ ગયેલા જિનસિદ્ધ' કહેવાય છે. જેમ કે-શ્રી ઋષભ જિનેશ્વર આદિ, તીર્થંકર નામકર્મના વિપાકરૂપ ઉદયથી જન્ય પરમ ઐશ્વર્યનો અનુભવ નહિ કરનારા મુક્તિએ ગયેલા “અજિનસિદ્ધ કહેવાય છે. જેમ કેપુંડરીક ગણધર આદિ.
વિવેચન - અહીં સ્પષ્ટ છે, માટે ટીકા નથી.