Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 797
________________ ७६० तत्त्वन्यायविभाकरे ૦ જેઓ પુરુષોથી ઉદ્ભૂત પ્રતિબુદ્ધ) ર-સ્ત્રીઓ કે ૩-નપુંસકો થાય છે. ૦ જેઓ સ્ત્રીઓથી ઉદ્ભૂત (પ્રતિબુદ્ધ) ૪-પુરુષો કે-નુપસકો થાય છે. ૦ જેઓ નપુંસકોથી ઉદ્ભૂત ૬-નપુંસકો, ૭-પુરુષો કે ૮-સ્ત્રીઓ થાય છે. આ આઠ ભાંગા-પ્રકારમાં દરેક દશ દશ (૧૦) સિદ્ધ થાય છે. વળી તે સિદ્ધો, અવ્યવહિત પૂર્વનયની અપેક્ષાએ ક્ષેત્ર-કાળ-ગતિ-લિંગ-તીર્થ-ચારિત્ર-બુદ્ધ-જ્ઞાન-અવગાહ-અંતર-અલ્પબહુતદ્વારોથી વિચારાય છે. ત્યાં તીર્થ-લિંગ-બુદ્ધદ્વારોને આશ્રીને મૂલકાર જ, હવે પછી-આ સૂત્રપદની પછી વિવેચન કરનાર છે. શેષની અપેક્ષાએ તો કહેવાય છે. ક્ષેત્રની અપેક્ષાએ અઢી દ્વીપ અને બે સમુદ્રરૂપ તિચ્છલોકના વિભાગરૂપ મનુષ્યક્ષેત્રમાં (ત્યાં પણ નિર્વાઘાતથી પંદર કર્મભૂમિઓમાં વ્યાઘાતથી સમુદ્ર-નદી-વર્ષધર પર્વત આદિમાં પણ) જન્મ-સંહરણની અપેક્ષાએ સિદ્ધપણું પામે છે. જન્મની અપેક્ષાએ પંદર કર્મભૂમિઓમાં જન્મેલો મોક્ષે જઈ શકે છે. સંહરણની અપેક્ષાએ તો અધોલોકમાં-અધોલૌકિક ગામોમાં, ઊર્ધ્વલોકમાં તો પાંડકવન આદિમાં મનુષ્યક્ષેત્રમાં મોક્ષે જઈ શકે છે. તીર્થકરો તો કર્મભૂમિઓમાં મોક્ષે જાય છે, બીજી જગ્યાએ નહીં, કેમ કેવ્યાઘાતનો અભાવ છે. ૦ કાળની અપેક્ષાએ તો ઉત્સર્પિણીમાં જન્મની અપેક્ષાએ બીજા-ત્રીજા-ચોથા આરાઓમાં જ સિદ્ધ થઈ શકે છે. ૦ અવસર્પિણીમાં ત્રીજા-ચોથા-પાંચમા આરાઓમાં સિદ્ધ થઈ શકે છે પરંતુ વિશેષતા એ છે કે-ચોથા આરામાં જન્મેલો પાંચમા આરામાં સિદ્ધ થઈ શકે છે પણ પાંચમા આરામાં જન્મેલો પાંચમા આરામાં મોક્ષે જઈ શકતો નથી, કેમ કે-પાંચમા આરામાં જન્મેલાની સર્વથા સિદ્ધિની યોગ્યતા નથી હોતી. વ્યાઘાતસંહરણની અપેક્ષાએ તો અવસર્પિણીમાં-ઉત્સર્પિણીમાં અને નોઅવસર્પિણી-ઉત્સર્પિણીરૂપ ત્રણ કાળોમાં સિદ્ધ થઈ શકે છે. વળી તીર્થકરોની અપેક્ષાએ અવસર્પિણીમાં અને ઉત્સર્પિણીમાં જન્મ અને સિદ્ધિગમન સુષમદુઃષમાદુષમાસુષમારૂપ ત્રીજા-ચોથા આરાઓમાં જ જાણવું. જેિમ ભગવાન શ્રી ઋષભદેવ સ્વામી સુષમ-દુઃષમારૂપ ત્રીજા આરાના અંતે જન્મ્યા, નેવ્યાસી (૮૯) પખવાડિયાં બાકી રહ્યું છતે સિદ્ધિસૌધમાં ગયા. શ્રી વર્ધમાનસ્વામી ભગવાન તો દુઃષમસુષમારૂપ ચોથા આરાના અંતમાં નેવ્યાસી (૮૯) પખવાડિયાં બાકી રહ્યું છતે સિદ્ધિસૌધમાં ગયા. ઉત્સર્પિણીમાં ચોવીસમા તીર્થંકર, સુષમદુઃષમારૂપ આરામાં નેવ્યાસી (૮૯) પખવાડિયાં ગયા પછી જન્મ પામે છે અને નેવ્યાશી (૮૯) પખવાડિયાંથી અધિક ચોરાશી (૮૪) લાખ પૂર્વના ગયા પછી સિદ્ધ થાય છે.] ૦ ગતિની અપેક્ષાએ મનુષ્યગતિમાં મોક્ષ હોય છે, શેષગતિઓમાં તે હોતો નથી. આ વસ્તુ મૂળમાં કહી દીધેલ જ છે. વ્યવહિત-અતીતકાલિન પૂર્વના પર્યાયનયના સ્વીકારની અપેક્ષાએ તો સામાન્યથી ચાર ગતિઓમાંથી મોક્ષે જઈ શકે છે. ૦ ચારિત્રદ્વારની આશ્રીને પહેલાં જ કહી દીધેલું છે. ૦ જ્ઞાનદ્વારની અપેક્ષાએ પણ તેમજ જાણવું.

Loading...

Page Navigation
1 ... 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814