Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - રૂ૫, તમ શિરઃ
७६१
અવગાહનાદ્વારની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી પચીશ (૨૫) ધનુષ્યથી અધિક પાંચસો ધનુષ્યની પ્રમાણવાળી અવગાહનામાં (શરીરની ઉંચાઈમાં) સિદ્ધ થઈ શકે છે, જેમ કે-મરૂદેવીકાળવાર્તા જીવો મરૂદેવીમાં પણ પૂર્વોક્ત પ્રમાણવાળી અવગાહના જાણવી.
જાન્યથી બે હાથના પ્રમાણવાળી અવગાહનામાં સિદ્ધ થઈ શકે છે. જેમ કે વામન (ઠીંગણા) કૂર્મપુત્ર વગેરે.
તીર્થકરોની તો જઘન્ય અવગાહના સાત (૭) હાથપ્રમાણવાળી છે. જેમ કે ભગવાન શ્રી મહાવીરદેવ.
ઉત્કૃષ્ટ પાંચસો (૫૦૦) ધનુષ્યપ્રમાણવાળી અવગાહના છે. જેમ કે ભગવાન શ્રી આદિનાથ. બાકીના તીર્થકરો તો જઘન્ય નહીં અને ઉત્કૃષ્ટ નહીં પણ મધ્યમ અવગાહનાવાળા હોય છે.
૦ અંતરની અપેક્ષાએ (ત્યાં અંતર એટલે એક વર્તમાન સમયમાં સિદ્ધ થયો, ત્યારબાદ બીજા કેટલા કાળે સિદ્ધ થશે. આ પ્રમાણે સિદ્ધિનો ગમનશૂન્યકાળ “અંતર' કહેવાય છે. વચલો કાળ, અનંતર એટલે છેલ્લાનો વ્યવચ્છેદ-નિરંતર) જઘન્યથી અંતર (કાળ) એક સમય અને ઉત્કૃષ્ટથી છ મહિનાઓ છે.
નિરંતરતાની અપેક્ષાએ જઘન્યથી બે સમય અને ઉત્કૃષ્ટથી આઠ સમયો (નિરંતર કાળ) છે.
૦ સંખ્યાની અપેક્ષાએ જઘન્યથી એક સમયમાં એક સિદ્ધ થાય છે અને ઉત્કૃષ્ટથી એકસો આઠ (૧૦૮) સિદ્ધ થાય છે. તથાચ આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ભગવાન શ્રી ઋષભદેવના નિર્વાણ સમયમાં ૧૦૮ એક સમયમાં સિદ્ધ થયેલા સંભળાય છે.
૦ અલ્પબદુત્વની અપેક્ષાએ એકીસાથે બે, ત્રણ આદિ સિદ્ધ થયેલા થોડા છે. એકેકએકલા સિદ્ધ થયેલા સંખ્યાતગુણા છે. આ પ્રમાણે સંક્ષેપથી દ્વારો દર્શાવ્યા છે. વિસ્તારથી તો સિદ્ધપ્રાભૃત આદિમાં જોવા.
હવે તીર્થ, લિંગ અને બુદ્ધદારોને ફરીથી બીજા પ્રકારે સિદ્ધોને કહે છે. अथ तीर्थलिङ्गबुद्धद्वाराणि मनसि कृत्य पुनः प्रकारान्तरेण सिद्धानाह - सिद्धा अपि जिनाजिनतीर्थातीर्थगृहिलिङ्गान्यलिङ्गस्वलिङ्गस्त्रीलिङ्गपुरुषलिङ्गनपुंसकलिङ्गप्रत्येकबुद्धस्वयम्बुद्धबुद्धबोधितैकानेकसिद्धभेदेन पञ्चदशविधाः ।३५।
सिद्धा इति । अयम्भावः, सिद्धानामयं भेदो न वास्तविकः कृत्स्नकर्मक्षयस्य केवलज्ञानादीनाञ्च सर्वत्राविशेषात् किन्तु सिद्धत्वप्राप्तिपूर्वकालीनभवावस्थामाश्रित्य वाच्यः । तत्राप्यते नासंकीर्णाः, जिनाजिनरूपे, तीर्थातीर्थरूपे, एकानेकरूपे वा भेदद्वये, गृहिलिङ्गान्य____२. अत्रेदं बोध्यम् सिद्धकेवलज्ञानं हि द्विविधं, अनन्तरसिद्धकेवलज्ञानं परम्परसिद्धकेवलज्ञानञ्चेति । सिद्धत्वप्रथमसमये वर्तमानस्य केवलज्ञानमाद्यं, विवक्षितसिद्धत्वप्रथमसमयाद् द्वितीयादिषु समयेषु अनन्तामद्धां यावद्वर्तमानानां केवलज्ञानं द्वितीयम् । तत्रानन्तरसिद्धकेवलज्ञानं पञ्चदशविधं, तच्च सिद्धत्वप्राप्यव्यवहितपूर्वकालीनभवावस्थामाश्रित्य सिद्धाः पञ्चदशविधाः प्रोक्ताः । परम्परसिद्धकेवलज्ञानन्त्वनेकविधं, तच्चाप्रथमसमयसिद्धद्विसमयसिद्धत्रिसमयसिद्धचतुस्समयसिद्धादिभेदतो भाव्यमिति ।।