Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 810
________________ સૂત્ર - ૪૬, શમ: નિઃ ७७३ ‘સમાાતા’ આ પ્રમાણેના આગળના પદની સાથે અન્વય છે. તે કેવી રીતે કહેલી છે ? તો કહે છે કે - ‘વિમાસલક્ષળેતિ.’ લક્ષણ અને વિભાગથી નિરૂપિત કરેલી છે, એવો ભાવ છે. આ નિરૂપણમાં શ્રોતાજનની ગ્રાહ્યતાના સંપાદન માટે આના પ્રમાણિકપણાનો આવિષ્કાર કરે છે કે - ‘યથાશાસ્ત્રમિતિ.’ આ સમ્યક્ શ્રદ્ધા શાસ્ત્ર અનુસારે નિરૂપિત કરેલી છે પરંતુ મતિકલ્પનાથી નહીં, એમ જાણવું. આ ગ્રંથની રચનામાં હેતુને દર્શાવે છે કે - ‘સંક્ષેપેખેતિ.’ આગમોનો મતિ વિસ્તાર હોવાથી, જ્ઞાની આત્માઓને સુગમતાપૂર્વક આગમના અર્થના બોધ માટે આ પ્રયાસ છે, એવો ભાવ છે તેથી આ પ્રરૂપણા શાસ્ત્ર અનુસાર હોઈ, સંગ્રહરૂપ હોઈ, મનની મલિનતા વગરના વિવેચનમાં ચતુર પંડિતજનોના આનંદ માટે થશે જ. ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સ્થાપિત ભક્તિરસવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર’ની સ્વોપક્ષ ‘ન્યાયપ્રકાશ’ નામની વ્યાખ્યામાં-ટીકામાં મોક્ષ‘નિરૂપણ’ નામનું દસમું કિરણ સમાપ્ત થયેલ છે. તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં દસમું કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત. સભ્યશ્રદ્ધા નામનો આ પ્રથમ ભાગ સમાપ્ત થયો દશમું કિરણ સમાપ્ત ૦

Loading...

Page Navigation
1 ... 808 809 810 811 812 813 814