Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
.७२६
तत्त्वन्यायविभाकरे
શંકા - આવારક-આચ્છાદક-મતિજ્ઞાન આવરણ આદિના ભેદથી જ્ઞાનોમાં ભેદ કેમ નહીં?
ઉત્તર - જો જ્ઞાન એક છે, તો પાંચ પ્રકારના આધારકોની અઘટમાનતા છે. વળી ખરેખર, આવાર્ય(જ્ઞાન)ની અપેક્ષાવાળું આવારક હોય છે અને આવાર્ય-આચ્છાદનયોગ્ય જ્ઞાન જ્ઞપ્તિરૂપ હોઈ એક છે. એથી આવારકો પાંચ પ્રકારના કેવી રીતે હોઈ શકે ? માટે આવારકભેદકૃત આચાર્ય જ્ઞાનભેદ નથી.
શંકા - જ્ઞાનોમાં પંચવિધપણું સ્વભાવથી જ છે અને સ્વભાવમાં પ્રશ્ન નથી. જેમ કે કોઈ પણ એક પ્રશ્ન નથી કરતો કે- આ ઘડો કેમ પાણી લાવે છે અને કપડું કેમ લાવતું નથી? તો સ્વભાવકૃત ભેદ જ્ઞાનોમાં થશે
જ ને ?
ઉત્તર - જો સ્વભાવકૃત ભેદ જ્ઞાનોમાં માનવામાં આવે, તો ભગવંતમાં સર્વજ્ઞાણાની હાનિ-ભંગનો પ્રસંગ આવશે ! જ્ઞાન આત્માનો ધર્મ હોઈ અને મતિ આદિ જ્ઞાનનો સ્વાભાવિક હોઈ, ક્ષીણ આવરણવાળામાં પણ મતિ આદિ જ્ઞાનોનો પ્રસંગ થવાથી અમ્મદ્છધસ્થ આદિની માફક ભગવંતમાં અસર્વજ્ઞપણું થાય ! જ્યારે કેવલજ્ઞાનના ભાવથી સમસ્ત વસ્તુનું જ્ઞાન હોવાથી અસર્વશપણું નથી એમ કહેવાય, ત્યારે પણ કેવળ ઉપયોગના અભાવકાળમાં મતિજ્ઞાનના ઉપયોગનો સંભવ હોઈ, અંશથી જ્ઞાન થવાથી, તે વખતે તે ભગવંતમાં અસર્વશપણું બળાત્કારથી આવશે જ.
શંકા - તે કેવળીને તે મતિજ્ઞાનનો ઉપયોગ થશે જ નહીં ને?
ઉત્તર - આત્માનો સ્વભાવ હોઈ ક્રમથી તે મતિજ્ઞાનનો ઉપયોગ નિવારવાને માટે અશક્ય છે. જેમ કેકેવલજ્ઞાન પછી કેવલદર્શનનો ઉપયોગ, તેથી કેવલજ્ઞાનના ઉપયોગકાળમાં સર્વજ્ઞપણું, મતિ આદિ જ્ઞાનના ઉપયોગકાળમાં અસર્વશપણું આપત્તિવાળું થાય છે, અને આ ઈષ્ટ નથી, તેથી જ્ઞાન અસકલ સંજ્ઞાવાળું અને સકલ સંજ્ઞાવાળું-એમ બે ભેદવાળું માનવું જોઈએ. અવગ્રહજ્ઞાનથી માંડી ઉત્કર્ષ પ્રાપ્ત પરમ અવધિજ્ઞાન પર્વતનું જ્ઞાન સઘળુંય એક છે અને તે અસકલ સંજ્ઞાવાળું છે, કેમ કે-સમસ્ત વસ્તુ વિષયરૂપે નથી. વળી બીજું તે જ્ઞાન કેવળીને સકલ સંજ્ઞાવાળું છે. આવી રીતે પૂર્વપક્ષ પૂરો થાય છે.
ઉત્તરપક્ષઉત્તરપક્ષ- તમોને અમારા બે પ્રશ્નો છે કે-તમો જ્ઞાનોનું જ્ઞપ્તિ એકસ્વભાવપણું સામાન્યથી માનો છો કે વિશેષથી? જો સામાન્યથી જ્ઞાનોનું જ્ઞપ્તિ એકસ્વભાવપણા રૂપ પ્રથમ પક્ષ કહો, તો સિદ્ધસાધ્યતા નામનો દોષ છે, કેમ કે-બાધકતાના અભાવથી બોધરૂપે અમે પણ સકલ જ્ઞાનમાં પણ તે જ્ઞપ્તિ એકસ્વભાવપણાની અપેક્ષાએ એકપણું માનેલ છે. બીજા પક્ષરૂપે વિશેષથી તે જ્ઞાનોમાં જ્ઞપ્તિ એકસ્વભાવપણું માનવામાં અસિદ્ધિ નામક દોષ છે, કેમ કે-સ્વસંવેદન પ્રત્યક્ષ પ્રમાણથી પ્રત્યેક પ્રાણીમાં જ્ઞાનનો ઉત્કર્ષ-અપકર્ષ દેખાય છે, વિશેષથી એકપણાની પ્રતીતિનો અભાવ છે.
શંકા - ઉત્કર્ષ-અપકર્ષ માત્રના ભેદ દેખાવાથી જો જ્ઞાનનો ભેદ છે, તો પ્રત્યેક પ્રાણીમાં દેશ-કાળની અપેક્ષાએ ઉત્કર્ષ-અપકર્ષો અનેક પ્રકારવાળા થતા હોઈ જ્ઞાનનું અનેકવિધપણું પ્રાપ્ત થાય છે. કેવી રીતે પંચવિધપણું?