Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૩, રમ: વિરાટ
७४३ (૧) કારક-સૂત્રકથિત આજ્ઞાથી શુદ્ધ ક્રિયા, તે ક્રિયા બીજાને સમ્યકત્વની ઉત્પત્તિમાં કારણ બને છે, માટે ક્રિયા અથવા સૂત્રકથિત આજ્ઞા શુદ્ધ ક્રિયાવાળું કારક સમકિત વિશુદ્ધ ચારિત્રવંતોને હોય છે. (૨) રોચક-જે સમ્યકત્વ સક્રિયાનો રૂચિભાવ જ પેદા કરે છે, પરંતુ કરાવવામાં ઉત્તેજક નથી બનતું, તે રોચક સમકિત છે. જેમ કે-શ્રેણિક રાજા આદિનું સમકિત. (૩) દીપક-પોતે મિથ્યાષ્ટિ કે અભવ્ય જીવ ધર્મકથા દ્વારા બીજાઓની આગળ જીવ આદિ પદાર્થોનો પ્રકાશ પાથરે છે, તે દીપક છે.
શંકા - પોતે મિથ્યાદૃષ્ટિ અને તેમાં સમકિત કેવી રીતે કહેવાય છે? કેમ કે-વિરોધ છે.
સમાધાન - મિથ્યાદષ્ટિ હોવા છતાં પણ જે તેનો વિશિષ્ટ ક્રિયાવ્યાપાર છે તે, સાંભળનારસ્વીકારનારાઓના સમ્યકત્વ પ્રત્યે કારણ બને છે. એથી કારણમાં કાર્યનો ઉપચાર કરી “આયુષ્ય =ધી છે'ની માફક મિથ્યાદષ્ટિ આદિમાં સમ્યક્ત્વ કહેવાય છે. હવે ચાર પ્રકારનું સમકિત કહેવાય છે.
(૧) ઔપથમિક સમ્યકત્વ-મિથ્યાત્વમોહનીયકર્મનો જે, વિપાકરૂપે-પ્રદેશરૂપે બે પ્રકારના ઉદયનું, રાખથી ઢાંકેલા અગ્નિની માફક અટકાવવું, એ “ઉપશમ' કહેવાય છે. તે ઉપશમથી સમકિત ઔપથમિક થાય છે. તે ઔ૦ સ0 ઉપશમશ્રેણિમાં પ્રવેશ કરેલા પ્રાણીને, અનંતાનુબંધી ચાર અને ત્રણ દર્શનોના ઉપશમથી થાય છે. તેવી રીતે પ્રથમથી અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવને જે આ સમ્યકત્વલાભ છે, તેમાં ઔપથમિક સમ્યકત્વ હોય છે.
(૨) ક્ષાયિક સમ્યક્ત્વ-અનંતાનુબંધી કષાયના ક્ષય થયા બાદ મિથ્યાત્વ-મિશ્ર-સમ્યકત્વમોહનીયરૂપ ત્રણ પ્રકારના દર્શનમોહનીયકર્મના આત્યંતિક ક્ષયથી “ક્ષાયિક સમ્યકત્વ થાય છે.
(૩) લાયોપથમિક-ઉદય પામેલા મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયથી અને નહીં ઉદય પામેલાના ઉપશમથી સમ્યકત્વરૂપતાની પ્રાપ્તિ લક્ષણથી અને અટકાવેલ (રોકેલ) ઉદયસ્વરૂપથી “ક્ષાયોપથમિક' સમ્યકત્વ હોય છે.
(૪) સાસ્વાદન-વળી અનંતાનુબંધી કષાયના ઉદયથી ઔપથમિક સમતિથી પડનારને અને વળી મિથ્યાત્વને નહીં પામનારને, આ બંનેની વચ્ચે જઘન્યથી સમયના પ્રમાણવાળું અને ઉત્કૃષ્ટથી છ (૬) આવલિકાના માનવાળું “સાસ્વાદન થાય છે. વેદક સમકિતની સાથે પૂર્વોક્ત ચાર ભેળવતાં સમતિના પાંચ પ્રકારો થાય છે.
(૫) વેદક-ક્ષપકશ્રેણિ પામેલાને અનંતાનુબંધી ચાર કષાયોને ખપાવી, મિથ્યાત્વ અને મિશ્રરૂપી બે પંજો સર્વથા ખપાવ્યા બાદ, સમ્યકત્વ નામના પુંજને ઉદીરણા કરી અનુભવથી નિર્જરતાં, ઉદીરણા યોગ્યની સમાપ્તિ થયા બાદ છેલ્લો કોળિયો બાકી રહ્યું છતે, હજુ પણ કેટલાક સમ્યકત્વપુંજના પુદ્ગલો વેચાતાં, છેવટનો પરમાણુ વેદતાં “વેદક’ સમકિત થાય છે.
શંકા - જો આમ છે, તો લાયોપથમિક અને વેદકમાં શી વિશેષતા છે ? કેમ કે-બંને ઠેકાણે સમ્યકત્વપુંજના પુદ્ગલોનો અનુભવ સમાન છે.
સમાધાન - તમારું કહેવું ઠીક છે, પરંતુ આ વેદક સમકિત સર્વ ઉદય પામેલ પુગલોના અનુભવવાળાને કહેલ છે, જયારે બીજું “ક્ષાયોપથમિક સમકિત તો ઉદિત-અનુદિત પુદ્ગલ સંબંધી છે. તેમાં