Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૭, રણમ: શિRUT:
७५१
૦ અનંતર પશ્ચાતકૃત નયની અપેક્ષાએ એ પ્રમાણે જ અર્થાત શુદ્ધ ક્ષાયિક સમ્યગ્દષ્ટિમાં મોક્ષ હોય છે.
૦ એકાન્તરિત પશ્ચાત્કૃત નયની અપેક્ષાએ તો અશુદ્ધ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ-સમ્યગ્દર્શન આદિમાં પણ મોક્ષ હોય છે.
૦ અનાદાતિ - અનાહારકમાં મોક્ષ હોય છે. આ કથન પ્રત્યુત્પન્ન નયની અપેક્ષાએ છે.
૦ અનંતર પશ્ચાતુત નયની અપેક્ષાએ તો બે જ્ઞાનોમાં, ત્રણ જ્ઞાનોમાં અને ચાર જ્ઞાનોમાં મોક્ષ હોય છે. એ પ્રમાણે એકાન્તરિત પશ્ચાતુકૃત નયની અપેક્ષાએ પણ જાણવું.
બાકીની માર્ગણાઓમાં-યોગ, વેદ, કષાય અને લેગ્યામાર્ગણાઓમાં મોક્ષ હોતો નથી.
અહીં સંભવ પ્રમાણે પ્રત્યુત્પન્ન-અનંતર પશ્ચાદ્ભુત નયની અપેક્ષાએ જ માર્ગણાઓમાં મુક્તિ છે, એમ જાણવું.
अथ द्रव्यप्रमाणद्वारमाह - सिद्धजीवसंख्यानिरूपणं द्रव्यप्रमाणम् । तच्च सिद्धजीवानामनन्तत्वं बोध्यम् ।२७।
सिद्धेति । सिद्धानां जीवद्रव्याणां या संख्या परिगणनात्मिका तस्या निरूपणमित्यर्थः । संख्यामाह तच्चेति द्रव्यप्रमाणञ्चेत्यर्थः, अनन्तत्वमिति, आगमप्रसिद्धानन्तसंख्याप्रमितत्वमित्यर्थः । नवविधेऽनन्ते मध्यमयुक्तानन्तसंज्ञोपलक्षितायां पञ्चमानन्तरसंख्यायां न कदाचन व्यभिचारित्वमिति भावः । तथा सर्वजीवानामनन्तभागेऽनन्तगुणा अभव्येभ्य इत्यपि बोध्यम् ॥
હવે દ્રવ્યપ્રમાણ દ્વાર કહે છે ભાવાર્થ - સિદ્ધજીવોની સંખ્યાનું નિરૂપણ દ્રવ્ય પ્રમાણ છે અને તે દ્રવ્યપ્રમાણ સિદ્ધજીવોનું અનંતપણારૂપ જાણવું.
વિવેચન - સિદ્ધરૂપ જીવદ્રવ્યોની પરિગણનારૂપ જે સંખ્યા, તેનું નિરૂપણ દ્રવ્યપ્રમાણ' છે, એવો અર્થ છે.
સંખ્યાને કહે છે કે - “તતિ =તે દ્રવ્યપ્રમાણ, “મનન્તત્વતિ’=૧-જઘન્યપરીત અનંત, ૨-મધ્યમપરીત અનંત, ૩-ઉત્કૃષ્ટપરીત અનંત, ૪-જઘન્યયુક્ત અનંત, ૫-મધ્યમયુક્ત અનંત, ૬-ઉત્કૃષ્ટયુક્ત અનંત, ૭જઘન્ય અનંત અનંત, ૮-મધ્યમ અનંત અનંત, ૯-ઉત્કૃષ્ટ અનંત અનંત એમ નવ પ્રકારના અનંત પૈકી મધ્યમયુક્ત અનંત સંજ્ઞાવાળા પાંચમા અનંત સંખ્યામાં સિદ્ધજીવો વર્તે છે. એમાં વિસંવાદ કદી નથી, એવો ભાવ છે.
૦ તથા સર્વ જીવોના અનંતમા ભાગમાં, અભવ્ય જીવો કરતાં અનંતગુણા સિદ્ધજીવો હોય છે, એમ જાણવું.