Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
७५०
तत्त्वन्यायविभाकरे કે-અસત્ ખર વિષાણ આદિની ઉત્પત્તિ થતી નથી, સિદ્ધનું સદ્ભાવરૂપ સિદ્ધત્વ પ્રગટ થાય છે, દીપકના નિર્વાણ સમાન અભાવરૂપ નહીં.]
(૩) સાયેતિ - ત્રસકાયમાં મોક્ષ હોય છે. અહીં પૂર્વની માફક જ વિચારવું.
(૪) મધ્યેતિ - ભવ્યમાં મોક્ષ હોય છે. આ કથન અનંતર એકાન્તરિત પશ્ચાદ્ભુત નયની અપેક્ષાએ છે. ભવ્યોને જ સિદ્ધિ જાણવી, અભવ્યોમાં કોઈપણ રીતે સિદ્ધિ થતી નથી. પ્રત્યુત્પન્ન નયની અપેક્ષાએ તો સિદ્ધ ભવ્ય નથી, અભવ્ય પણ નથી. [ખરેખર, જેને સિદ્ધિ થનારી હોય, તે જીવ ભવ્ય કહેવાય છે. સિદ્ધને તો તે સિદ્ધ થનારી નથી, કેમ કે તે સાક્ષાત્ સિદ્ધ થયેલ છે. તેથી આ સિદ્ધ ભવ્ય નથી-અભવ્ય પણ નથી, એવો ભાવ છે.]
(૫) સંગીતિ - સંજ્ઞીમાં મોક્ષ હોય છે. અહીં પણ પૂર્વની માફક સમજવું.
(૬) યથાશ્ચાત્તેતિ - યથાખ્યાતચારિત્રમાં મોક્ષ થાય છે. આ કથન અનંતર પશ્ચાદ્ભુત નયની અપેક્ષાએ છે. એકાન્તર પશ્ચાદ્ભુત નયની અપેક્ષાએ તો, કેટલાક સામાયિક-સૂક્ષ્મસંપરાય-યાખ્યાતચારિત્રવંતો હોતા મોક્ષે જાય છે, કેટલાક સામાયિક-છેદોપસ્થાપનીય-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાતચારિત્રવંતો હોતા મોક્ષ જાય છે, કેટલાક સામાયિક-પરિહારવિશુદ્ધિક-સૂક્ષ્મસંપરાય યથાખ્યાતચારિત્રવતો હોતા મોક્ષે જાય છે અને કેટલાક તો સામાયિક-દોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિક-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાતચારિત્રવંતો હોતા મોક્ષ જાય છે.
૦ તીર્થકરો તો સામાયિક-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાતચારિત્રવંતો હોતા મોક્ષે જાય છે. ૦ પ્રત્યુત્પન્ન નયની અપેક્ષાએ સિદ્ધ ચારિત્રી નહીં, અચારિત્રી પણ નહીં.
(૭) ક્ષયિતિ - ક્ષાયિક (સમ્યક્ત્વ) શુદ્ધ અને અશુદ્ધના ભેદથી બે પ્રકારનું છે. ત્યાં (૧) શુદ્ધ સાયિક સમ્યગ્દષ્ટિમાં શુદ્ધપણું એટલે મતિજ્ઞાનના અંશ-નિશ્ચયજ્ઞાનરૂપ અપાયનો અને સદ્ભવ્ય=પ્રશસ્ત હોઈ સુંદર અથવા વિદ્યમાન, અધ્યવસાયથી વિશુદ્ધ બનાવેલા, સમ્યગ્દર્શનરૂપ પરિણામજનક, મિથ્યાત્વના દલિકોનો શુદ્ધ પુંજ, એવા સદ્ધવ્યનો અભાવ. ક્ષાયિક-શુદ્ધ સમ્યગ્દષ્ટિ, ભવસ્થ કેવલીઓમાં અને સિદ્ધોમાં શુદ્ધ જીવસ્વભાવરૂપ હોય છે તે સાદિઅનંત છે.
(૨) જે અપાય અને સદ્ભવ્યવાળું સમ્યગ્દર્શન છે, તેમાંથી શુદ્ધ મિથ્યાત્વ પુદ્ગલના પુંજરૂપ સદ્રવ્યનો ક્ષય થયે છતે, માત્ર મતિજ્ઞાનાંશ-નિશ્ચયજ્ઞાનરૂપ અપાયની સાથે રહેનારી સમ્યગ્દષ્ટિ છબસ્થ શ્રેણિક આદિની સમ્યગ્દષ્ટિની જેમ અશુદ્ધ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ કહેવાય છે અને આ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ સાદિસાંત છે. જે કાળમાં શ્રેણિક આદિ એ દર્શનસપ્તક ખપાવીને રૂચિ પ્રાપ્તિ કરી, ત્યારે તેની આદિ હોઈ સાદિ અને જયારે અપાયરૂપ મતિજ્ઞાન, કેવલજ્ઞાન ઉત્પન્ન થયે છતે અપગત થશે ત્યારે સમ્યગ્દષ્ટિના અપાયનો અંત હોઈ તે સમ્યગ્દષ્ટિ સાંત કહેવાય છે. (અશુદ્ધ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ નહીં કહેવાતાં શુદ્ધ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ કેવલી-સિદ્ધભગવંતો કહેવાય છે.)
૦ પ્રત્યુત્પન્ન નયની અપેક્ષાએ અશુદ્ધ ક્ષાયિકમાં મોક્ષનો સંભવ નથી, શુદ્ધ ક્ષાયિક સમ્યગ્દષ્ટિમાં મોક્ષ હોય છે.