Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 794
________________ સૂત્ર - રૂરૂ, વશમ: વિર: ७५७ હવે ભાવદ્વારનું વર્ણનભાવાર્થ - ઔપથમિક, શાયિક, લાયોપશમિક, ઔદયિક અને પરિણામિકના ભેદથી પાંચ (૫) ભાવો છે. કર્મોના ઉપશમથી ઔપથમિક, ક્ષયથી ક્ષાયિક, ક્ષયોપશમથી ક્ષાયોપથમિક, ઉદયથી ઔદયિક અને સ્વભાવના અવસ્થાનથી પરિણામિક જાણવાં. આ ભાવો પૈકી સિદ્ધો કયા ભાવમાં વર્તે છે, એવો એ ભાવદ્વાર છે. તે સિદ્ધોના જ્ઞાન અને દર્શન ક્ષાયિક ભાવવાળા છે અને જીવત્વ પારિણામિક ભાવવાળું છે, એમ એ ભાવો છે. વિવેચન - તે ભાવોનું સ્વરૂપવર્ણન કરે છે કે – “ર્મળતિ.” કર્મોની નહીં પેદા થયેલી પોતાની શક્તિ, તે ઉપશમ કહેવાય છે. ૦ તે ઉપશમથી થયેલો ભાવ “ઔપથમિક કહેવાય છે. તે ઔપશમિકભાવ સમ્યકત્વ અને ચારિત્રના ભેદથી બે પ્રકારનો છે, કેમ કે-દર્શનમોહનીયના ઉપશમથી ઔપથમિક સમ્યકત્વ અને ચારિત્રમોહનીયના ઉપશમથી ઔપથમિક ચારિત્ર, એમ બે ભેદો છે. ૦ “ક્ષતિ.” કર્મોના અત્યંત ઉચ્છેદરૂપ ક્ષયથી બનેલો ભાવ “ક્ષાયિક કહેવાય છે. તે ક્ષાવિકભાવ જ્ઞાન-દર્શન-દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય-સમ્યકત્વ-ચારિત્રના ભેદથી નવ (૯) પ્રકારનો છે, કેમ કેકેવલજ્ઞાનાવરણીય, કેવલદર્શનાવરણીય, પાંચ અંતરાય, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મોના ક્ષયથી પેદા થયેલ આ ભાવો છે. ૦ “ક્ષયપામત' - કર્મોના એકદેશથી ક્ષય દ્વારા અને એકદેશથી ઉપશમ દ્વારા-ક્ષયોપશમ દ્વારા પેદા થયેલ ભાવ “ક્ષાયોપથમિક' કહેવાય છે. તે ક્ષાયોપથમિક ભાવ ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, પાંચ લબ્ધિ, સમ્યકત્વ, ચારિત્ર અને સંયમસંયમના ભેદથી અઢાર (૧૮) પ્રકારવાળો છે, કેમ કે-તે તે કર્મોના ક્ષયોપશમથી જન્ય છે. ૦ ૩તિ-દ્રવ્ય-ક્ષેત્ર આદિ નિમિત્તોથી જન્ય કર્મફળની પ્રાપ્તિરૂપ ઉદયથી થયેલો ભાવ ઔદયિક' કહેવાય છે. તે ઔદયિકભાવ ચાર ગતિ, ચાર કષાય, ત્રણ વેદ, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયતત્વ, અસિદ્ધત્વ અને છ લશ્યાના ભેદથી એકવીશ (૨૧) પ્રકારનો છે, કેમ કે તે તે કર્મોના ઉદયથી પેદા થયેલ છે. ૦ પરિણામિક-દ્રવ્યરૂપ જીવના સ્વરૂપ લાભ માત્ર હેતુવાળો (જ્ઞાપક) પરિણામ જ “પારિણામિક કહેવાય છે. જીવવર્તી અસાધારણ ધર્મ-વૈશેષિક ધર્મજીવત્વ-ભવ્યત્વ-અભવ્યત્વ છે. જીવમાં જ જીવભાવરૂપ જીવત અસંખ્યાત પ્રદેશો અને ચેતના છે. ભવ્ય (ભાવી) છે સિદ્ધિ જેની, એ ભવ્ય કહેવાય છે. ઉત્તરપદના લોપથી ભીમ આદિ શબ્દની માફક ભવ્યમાં જ ભવ્યત્વ (સિદ્ધિ) છે. અભવ્ય એટલે સિદ્ધિગમન માટે અયોગ્ય કદાચિત પણ જે સિદ્ધ થનારો નથી, તે અભવ્યમાં જ અભવ્યત્વ (અસિદ્ધિ) છે. આ જીવના જીવત્વ આદિ ત્રણ ભાવો સ્વાભાવિક-કુદરતી છે, કર્મે કરેલા નથી, અનાદિ પારિણામિક ભાવો છે. પરિણામિક ભાવ અનાદિ પ્રસિદ્ધ છે, કેમ કે સકળ પર્યાયરાશિની અભિમુખતાને પામનારો (મૂલ) સર્વ ભાવોનો આધાર છે-ભાવોમાં પ્રધાનભૂત છે.

Loading...

Page Navigation
1 ... 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814