Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
શંકા - મન:પર્યવજ્ઞાનમાં અને કેવલજ્ઞાનમાં વિપરીતતા છે કે નહીં ?
સમાધાન - સર્વથા મિથ્યાત્વનો ક્ષય હોવાથી-ક્ષાયિક સમ્યક્ત્વ હોવાથી કેવલજ્ઞાનમાં વિપરીતતા નથી. મિથ્યાત્વનો ઉપશમ કે ક્ષયોપશમ હોવાથી અપ્રમત્ત મનુષ્ય સંયતરૂપ સ્વામીના મન:પર્યવજ્ઞાનમાં વિપરીતતા નથી.
७३०
-
અહીં વિપરીતોનું પણ માર્ગણાઓમાં ગ્રહણ બીજા ઠેકાણે પણ અતિદેશ કરે છે કે ‘અગ્રે’ ઇતિ. આગળ ઉપર કહેવાતી સંયમ આદિ માર્ગણાઓમાં. અહીં આદિ પદથી ભવ્ય-સમ્યક્ત્વ-આહારકોનું ગ્રહણ કરવું. ‘એવમેવ’ ઇતિ. જ્ઞાનમાર્ગણામાં કહેલા પ્રકારથી બીજે ઠેકાણે તે તે વિપરીત-ઘટિત માર્ગણાઓ જાણવી.
अथ चारित्रमार्गणाभेदमाचष्टे -
सामायिकछेदोपस्थापनपरिहारविशुद्धिसूक्ष्मसम्पराययथाख्यातदेशविरत्यविरतिरूपास्सप्त
चारित्रमार्गणाः । १३।
सामायिकेति । निरूपितानि पूर्वमेवैतानि पञ्च चारित्राणि लक्षणभेदद्वारैः । देशविरतिस्तु सावद्ययोगस्यैकादिव्रतविषये स्थूलसावद्ययोगादौ विरतिविशिष्टं चारित्रम् । पञ्चाणुव्रतानि त्रीणि गुणव्रतानि चत्वारि शिक्षापदव्रतानीति द्वादशप्रकारा देशविरतस्य भवन्ति, एषां विस्तरस्तु अन्यत्र विलोकनीयः । चारित्रविपरीताऽविरतिर्मार्गणोपयोगित्वात्संगृहीता ॥
હવે ચારિત્રમાર્ગણાના ભેદને કહે છે
ભાવાર્થ - સામાયિક, છેદોપસ્થાન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત, દેશવિરતિ અને અવિરતિરૂપ સાત (૭) ચારિત્રમાર્ગણાઓ છે.
વિવેચન - સામાયિકેતિ. આ પાંચ (૫) ચારિત્રોનું નિરૂપણ, લક્ષણ અને ભેદોના દ્વારોથી પહેલાં કરી દીધેલ છે.
દેવતિ-સાવદ્યયોગના એક આદિ વ્રતના વિષયમાં સ્થૂલ સાવઘયોગ આદિમાં વિરતિવિશિષ્ટ ચારિત્ર, એ દેશવિરતિ' કહેવાય છે. પાંચ (૫) અણુવ્રતો, ત્રણ (૩) ગુણવ્રતો અને ચાર (૪) શિક્ષાપદવ્રતો-એમ બાર પ્રકારવાળી વિરતિ દેશવિરતિને હોય છે. આ બાર વ્રતોનો વિસ્તાર બીજા ગ્રંથમાં જોવો. ચારિત્રથી વિપરીત અવિરતિ, અહીં માર્ગણામાં ઉપયોગી હોવાથી સંગ્રહ કરેલ છે.
दर्शनमार्गणाभेदमाह
चक्षुरचक्षुरवधिकेवलभेदेन चतस्त्रो दर्शनमार्गणाः | १४ |
चक्षुरिति । दर्शनावरणक्षयोपशमादिजं सामान्यमात्रग्रहणं दर्शनं । इन्द्रियावरणक्षयोपशमाद्द्रव्येन्द्रियानुपघाताच्च चक्षुर्दर्शनलब्धिमतो जीवस्य घटादिषु चाक्षुषं दर्शनं चक्षुर्दर्शनम् ।