Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 777
________________ ७४० तत्त्वन्यायविभाकरे આવે, તો નિર્વાણ-મોક્ષનો અભાવ છે; કેમ કે-‘સિદ્ધ, ભવ્ય નહીં ને અભવ્ય પણ નહીં’-એવું વચન છે. તો ભવ્યત્વ વિનાશી કે અવિનાશી ? તે સાબિત કરો ! સમાધાન - પ્રાભાવ (જેની નિવૃત્તિમાં કાર્યનો પ્રાદુર્ભાવ તે પ્રાભાવ કહેવાય છે. જેમ કે-મૃતપિંડરૂપે વિનાશ થતાં ઘટરૂપે પરિણમન, તે ઘટ પ્રત્યે મૃતપિંડ પ્રાભાવ કહેવાય છે.) અનાદિ સ્વભાવવાળો છતાં ઘટની ઉત્પત્તિમાં મૃતપિંડરૂપ પ્રાગ્ભાવનો વિનાશ દેખાય છે. એવી રીતે ભવ્યત્વનો પણ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રના ઉપાયથી વિનાશના સંભવમાં ક્ષતિનો અભાવ છે. શંકા - પ્રાગ્ભાવ તો અભાવરૂપ હોઈ અવસ્તુ-અસત્ છે તેનું ઉદાહરણ યુક્ત નથી જ ને ? ' સમાધાન - ઘટની અનુત્પત્તિથી વિશિષ્ટ-તે ઘટના કારણભૂત અનાદિકાળથી પ્રવૃત્ત પુદ્ગલોના સમુદાયરૂપ તે મૃતપિંડ છે, માટે ભાવરૂપ છે-મૃતપિંડ અભાવરૂપ નથી. શંકા - થોડું થોડું ધાન્ય રોજ જેમાંથી કઢાય છે, એવો ધાન્યથી ભરેલો કોઠાર એક દિવસ જેમ ખાલી થાય છે, તેમ છ છ મહિનાના અંતે એક ભવ્ય જીવ અવશ્ય મોક્ષે જાય છે. તો ક્રમથી વિનષ્ટ-ખાલી થતી સઘળી ભવ્ય રાશિનો કોઈ વખત ઉચ્છેદનો પ્રસંગ કેમ નહીં આવે ? સમાધાન - ભવ્ય રાશિનો કદી ઉચ્છેદનો પ્રસંગ નહીં આવે, કેમ કે-અનાગત(ભવિષ્ય)કાળ અને આકાશ(લોકાલોકરૂપ સર્વ આકાશ)ની માફક ભવ્યરાશિ અનંત છે. ૦ અહીં જે બૃહત્ (કર્મગ્રંથને અનુસારે અનંતના નવ પ્રકારોમાંથી મધ્યમ અનંતાનંત અને સિદ્ધાંતના મતે આઠ અનંતોમાંથી બૃહત્-ઉત્કૃષ્ટ અનંતાનંત) અનંતાનંત છે, તે થોડા થોડા રૂપે અપચયવાળું થાય, તો પણ ઉચ્છેદના વિષયવાળું થતું નથી. જેમ સમયે સમયે વર્તમાનપણાની પ્રાપ્તિથી અપચયવાળા પણ અનાગતકાળની સમયરાશિ ઉચ્છિન્ન થતી નથી, વળી બુદ્ધિ-કલ્પનાથી સમયે સમયે પ્રદેશના અપહારથી અપચયવાળી સર્વ આકાશથી પ્રદેશરાશિ ઉચ્છિન્ન થતી નથી, તેમ ભવ્યરાશિ પણ મુક્ત થવા છતાં ખાલી થતી નથી. ૦ વળી જેથી (સર્વ કાળની અપેક્ષાએ, પરંતુ વિવક્ષિત કાળની અપેક્ષાએ નહીં.) અતીતકાળ અને ભવિષ્યકાળ તુલ્ય જ છે. વળી જે અતીત અનંતકાળની અપેક્ષાએ એક જ નિગોદનો અનંતમો ભાગ હમણાં પણ ભવ્યોનો સિદ્ધ છે, ભવિષ્યકાળની પણ અપેક્ષાએ તેટલો જ નિગોદનો અનંતમો ભાગ સિદ્ધિએ જનારો યુક્ત છે, હીન કે અધિક નહીં : કેમ કે-ભવિષ્યકાળ પણ અતીતકાળ સરખો છે. તેથી સર્વ ભવ્યોનો ઉચ્છેદ યુક્ત નથી, કેમ કે–સઘળાય કાળની અપેક્ષાએ એક નિગોદના અનંતમા ભાગે સિદ્ધગમનનો સંભવ દર્શાવેલો છે. આ બધું વિચારીને કહ્યું છે કે-‘તત્ર’ ઇતિ. अथ सम्यक्त्वमार्गणाभेदमाचष्टे औपशमिकक्षायोपशमिकक्षायिकसास्वादनवेदकमिथ्यात्वरूपेण षट्सम्यक्त्व માર્ગા: રા

Loading...

Page Navigation
1 ... 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814