________________
७४०
तत्त्वन्यायविभाकरे
આવે, તો નિર્વાણ-મોક્ષનો અભાવ છે; કેમ કે-‘સિદ્ધ, ભવ્ય નહીં ને અભવ્ય પણ નહીં’-એવું વચન છે. તો ભવ્યત્વ વિનાશી કે અવિનાશી ? તે સાબિત કરો !
સમાધાન - પ્રાભાવ (જેની નિવૃત્તિમાં કાર્યનો પ્રાદુર્ભાવ તે પ્રાભાવ કહેવાય છે. જેમ કે-મૃતપિંડરૂપે વિનાશ થતાં ઘટરૂપે પરિણમન, તે ઘટ પ્રત્યે મૃતપિંડ પ્રાભાવ કહેવાય છે.) અનાદિ સ્વભાવવાળો છતાં ઘટની ઉત્પત્તિમાં મૃતપિંડરૂપ પ્રાગ્ભાવનો વિનાશ દેખાય છે. એવી રીતે ભવ્યત્વનો પણ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રના ઉપાયથી વિનાશના સંભવમાં ક્ષતિનો અભાવ છે.
શંકા - પ્રાગ્ભાવ તો અભાવરૂપ હોઈ અવસ્તુ-અસત્ છે તેનું ઉદાહરણ યુક્ત નથી જ ને ?
'
સમાધાન - ઘટની અનુત્પત્તિથી વિશિષ્ટ-તે ઘટના કારણભૂત અનાદિકાળથી પ્રવૃત્ત પુદ્ગલોના સમુદાયરૂપ તે મૃતપિંડ છે, માટે ભાવરૂપ છે-મૃતપિંડ અભાવરૂપ નથી.
શંકા - થોડું થોડું ધાન્ય રોજ જેમાંથી કઢાય છે, એવો ધાન્યથી ભરેલો કોઠાર એક દિવસ જેમ ખાલી થાય છે, તેમ છ છ મહિનાના અંતે એક ભવ્ય જીવ અવશ્ય મોક્ષે જાય છે. તો ક્રમથી વિનષ્ટ-ખાલી થતી સઘળી ભવ્ય રાશિનો કોઈ વખત ઉચ્છેદનો પ્રસંગ કેમ નહીં આવે ?
સમાધાન - ભવ્ય રાશિનો કદી ઉચ્છેદનો પ્રસંગ નહીં આવે, કેમ કે-અનાગત(ભવિષ્ય)કાળ અને આકાશ(લોકાલોકરૂપ સર્વ આકાશ)ની માફક ભવ્યરાશિ અનંત છે.
૦ અહીં જે બૃહત્ (કર્મગ્રંથને અનુસારે અનંતના નવ પ્રકારોમાંથી મધ્યમ અનંતાનંત અને સિદ્ધાંતના મતે આઠ અનંતોમાંથી બૃહત્-ઉત્કૃષ્ટ અનંતાનંત) અનંતાનંત છે, તે થોડા થોડા રૂપે અપચયવાળું થાય, તો પણ ઉચ્છેદના વિષયવાળું થતું નથી. જેમ સમયે સમયે વર્તમાનપણાની પ્રાપ્તિથી અપચયવાળા પણ અનાગતકાળની સમયરાશિ ઉચ્છિન્ન થતી નથી, વળી બુદ્ધિ-કલ્પનાથી સમયે સમયે પ્રદેશના અપહારથી અપચયવાળી સર્વ આકાશથી પ્રદેશરાશિ ઉચ્છિન્ન થતી નથી, તેમ ભવ્યરાશિ પણ મુક્ત થવા છતાં ખાલી થતી નથી.
૦ વળી જેથી (સર્વ કાળની અપેક્ષાએ, પરંતુ વિવક્ષિત કાળની અપેક્ષાએ નહીં.) અતીતકાળ અને ભવિષ્યકાળ તુલ્ય જ છે. વળી જે અતીત અનંતકાળની અપેક્ષાએ એક જ નિગોદનો અનંતમો ભાગ હમણાં પણ ભવ્યોનો સિદ્ધ છે, ભવિષ્યકાળની પણ અપેક્ષાએ તેટલો જ નિગોદનો અનંતમો ભાગ સિદ્ધિએ જનારો યુક્ત છે, હીન કે અધિક નહીં : કેમ કે-ભવિષ્યકાળ પણ અતીતકાળ સરખો છે. તેથી સર્વ ભવ્યોનો ઉચ્છેદ યુક્ત નથી, કેમ કે–સઘળાય કાળની અપેક્ષાએ એક નિગોદના અનંતમા ભાગે સિદ્ધગમનનો સંભવ દર્શાવેલો છે. આ બધું વિચારીને કહ્યું છે કે-‘તત્ર’ ઇતિ.
अथ सम्यक्त्वमार्गणाभेदमाचष्टे
औपशमिकक्षायोपशमिकक्षायिकसास्वादनवेदकमिथ्यात्वरूपेण षट्सम्यक्त्व
માર્ગા: રા