Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
७२०
तत्त्वन्यायविभाकरे चारित्रावारकस्य सम्यक्त्वावारकत्वानुपपत्तिस्तथा च सप्तविधं दर्शनमोहनीयमेकविंशतिविधञ्च चारित्रमोहनीयमिति वाच्यम्, अनन्तानुबन्धिभिरेव सम्यक्त्वे आवृते मिथ्यात्वस्य वैयर्थ्यांपत्तेः, आवृतस्याप्यावरणेऽनवस्थानात्, तस्माद्यथा कषायाणां केवलज्ञानानावारकत्वेऽपि कषायक्षयः केवलज्ञानकारणतयोच्यते तस्मिन् सत्येव तस्य भावात्, तथानन्तानुबन्धिषूदितेषु न मिथ्यात्वं क्षयोपशममुपयाति तदभावाच्च न सम्यक्त्वमिति सम्यक्त्वसहचार्युपशमादिगुणावारकत्वमनन्तानुबन्धिनां, सम्यग्दर्शनमोहनीयस्य क्वचित्सप्तविधत्वकथनन्तु सम्यक्त्वसहचारिगुणेषु सम्यक्त्वोपचारात् । देशविरत्यावारका अप्रत्याख्यानाः, सर्वविरतिघातिनः प्रत्याख्यानाः, संज्वलना यथाख्यातचारित्रावारकाः ।।
કષાયમાર્ગણાના ભેદનું કથનભાવાર્થ - ક્રોધ-માન-માયા-લોભરૂપ ચાર કષાયમાર્ગણાઓ છે.
વિવેચન - ચારમાં પ્રતિષ્ઠિત ક્રોધ છે. તથાપિ પોતે આચરેલ આલોક સંબંધી-પરલોક સંબંધી વિરુદ્ધઅનિષ્ટ કર્તવ્યને જાણી જ્યારે કોઈ એક, પોતાના જ ઉપર ગુસ્સો કરે છે, ત્યારે તે ૧-ક્રોધ “આત્મપ્રતિષ્ઠિત થાય છે. જયારે આક્રોશ આદિથી બીજો કોપની ઉદીરણા કરે છે, ત્યારે ખરેખર, તે બીજા ઉપર ક્રોધ થાય છે. તે ક્રોધ ૨-પરપ્રતિષ્ઠિત છે.
જયારે કોઈ એક, તથા પ્રકારના અપરાધથી આત્મવિષયક-પરવિષયક ક્રોધને કરે છે, તે ૩-સ્વ-પર આશ્રિત ક્રોધ છે. જ્યારે પોતે દુષ્ટ આચરણ અને આક્રોશ વગેરે રૂપ કારણ વગર, કેવળ ક્રોધમોહનીયના ઉદયથી થાય છે, ત્યારે ખરેખર, તે ક્રોધ આત્મપ્રતિષ્ઠિત નથી; કેમ કે-બીજો પણ નિરપરાધી છે. એથી જ ઉભય પ્રતિષ્ઠિત નથી. એથી તે ક્રોધ ૪-“અપ્રતિષ્ઠિત તરીકે કહેવાય છે. એ પ્રમાણે માન વગેરે કષાયો પણ સમજવાં.
વળી અનંતાનુબંધી આદિ ભેદો પહેલાં જ કહેલા છે. તેમજ આભોગ નિવર્તિત, અનાભોગનિવર્તિત, ઉપશાન્ત અને અનુપશાન્તના ભેદથી પણ તે કષાયો ચાર પ્રકારના છે.
૦ જયારે જેના અપરાધને સારી રીતે જાણી, પુષ્ટ અવલંબન તરીકે વ્યવહારથી કોપનું કારણ જાણી, અન્ય પ્રકારે શિક્ષા નથી થવાની; આ પ્રમાણે જોઈને કોપને કરે છે, ત્યારે તે કોપ “આભોગનિવર્તિત કહેવાય છે.
૦ જયારે એ પ્રમાણે જ તથાવિધ મુહૂર્ત-કાળવશે, ગુણ-દોષની વિચારણાથી રહિત-પરવશ બની કોપ કરે છે, ત્યારે તે કોપ “અનાભોગનિવર્તિત કહેવાય છે.
૦ ઉદયની અવસ્થા વગરનો ‘ઉપશાન્ત ક્રોધ' કહેવાય છે. છે કારણ વગર ઉદયની અવસ્થાવાળો ક્રોધ “અનુપશાન્ત' કહેવાય છે. १. शमसंवेगनिर्वेदानुकम्पास्तिक्येषु ॥