Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
एषामिति । ज्ञानावरणीयादिकर्मणामित्यर्थः । के ते भेदा इत्यत्राह विवृता इति एतेभेदाः, उदये कियन्तो भेदा इत्यत्राहोदये चेति । अयं भावः, बन्धोदययोश्चिन्त्यमानयोर्बन्धननामानि संघातननामानि च स्वस्वशरीरान्तर्गततया विवक्ष्यन्ते, न तु पृथक्तया, तथा वर्णचतुष्टयस्योत्तरभेदाः क्रमेण पञ्चद्विपञ्चाष्टसंख्याका बन्धोदययोर्न पृथक् विवक्षणीयाः परन्तु वर्णगन्धरसस्पर्शाश्चत्वारं एव । बन्धे चिन्त्यमाने च सम्यक्त्वसम्यङ्मिथ्यात्वे न गृह्येते तयोर्बन्धाभावात् । तथा च बन्धचिन्तने बन्धनपञ्चकसंघातनपञ्चकवर्णादिषोडशकानि सत्तागतनाम्नस्त्रिनवतेरपनीयन्ते शेषास्सप्तषष्टिर्गृह्यन्ते, मोहनीयप्रकृतयश्च सम्यक्त्वसम्यङ्ग्मिथ्यात्वहीनाष्षर्विंशतिस्ततस्सर्वप्रकृतिसंख्यायोगे बन्धे विंशत्युत्तरशतं प्रकृतयो भवन्ति । उदये च चिन्त्यमाने सम्यक्त्वमिश्रे अप्युदयमायात इति ते अपि परिगृह्येते तस्मादुदये द्वाविंशंशतमित्यभिप्रायेणोक्तं सम्यक्त्वेत्यादि । सत्तायां कियन्त इत्यत्राह सत्तायान्त्विति । सत्तायान्तु चिन्त्यमानायां बन्धनपञ्चकसंघातनपञ्चकवर्णादिषोडशकञ्च संयोज्य प्रकृतीनामष्टचत्वारिंशं शतं विज्ञेयम् । यदा तु पुनर्गर्गर्षिशिवशर्मप्रभृत्याचार्याणां मतेनाष्टपञ्चाशदधिकं प्रकृतिशतं सत्तायामधिक्रियते तदा बन्धनानि पञ्चदश विवक्ष्यन्ते ततोऽष्टचत्वारिंशदधिकस्य प्रकृतिशतस्योपरिबन्धनगततादृशप्रकृतयोऽधिकाः प्राप्यन्ते तदा भवत्यष्टपञ्चाशदुत्तरं प्रकृतिशतमितिभावः । तदेतत्सर्वं कर्मग्रन्थादौ दर्शितमित्याह विवृता इति, श्रीविजयदेवेन्द्रसूरिमहर्षिकृते, कर्मग्रन्थे - कर्मविपाकादिग्रन्थषट्क इतिभावः ॥
६७४
જ્ઞાનાવરણીય આદિના પેટાભેદો જ પ્રકૃતિબંધના ૧૨૦ રૂપ ઉત્તરભેદોનું વર્ણન
ભાવાર્થ - આ કર્મોના પેટાભેદો ૧૨૦ રૂપ જાણવાં. આ પેટાભેદોનું વિવરણ પુણ્ય અને પાપતત્ત્વમાં કરેલ છે. વળી ઉદયનાં સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય સાથે ૧૨૨ ભેદો થાય છે. સત્તામાં તો ૧૫૮ ભેદો હોય છે. આ બધાનું વિવરણ કર્મગ્રંથમાં છે.
વિવેચન – એષામિતિ=આ જ્ઞાનાવરણીય આદિ કર્મોનો એવો અર્થ છે. તે કયા કયા ભેદો ? આના જવાબમાં કહે છે કે-‘આ ભેદોનું વિવરણ પુણ્ય-પાપતત્ત્વમાં કરેલ છે.’ ઉદયમાં કેટલા ભેદો છે ? આના જવાબમાં કહે છે કે-અને ઉદયમાં ઇત્યાદિ.' અહીં આ ભાવ છે કે-બંધ અને ઉદયના વિચારમાં બંધનનામકર્મો-સંઘાતનનામકર્મો પોતાના શરીરમાં અંતર્ગતપણાએ વિવક્ષિત કરાય છે પરંતુ અલગરૂપે નહીં. તેવી રીતે વર્ણ ચતુષ્ટયના કર્મથી ૫-૨-૫-૮ સંખ્યાવાળા ઉત્તરભેદો, બંધ અને ઉદયમાં અલગરૂપે વિવક્ષાયોગ્ય થતા નથી, પરંતુ વર્ણ-ગંધ-રસ-સ્પર્શરૂપે ચાર જ છે. વળી બંધના ચિંતનમાં સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય ગ્રહણયોગ્ય થતા નથી, કેમ કે-તે બંનેનો બંધ થતો નથી. તથાચ બંધચિંતામાં પાંચ બંધનો, પાંચ સંઘાતનો અને વર્ણ આદિ સોળ (૧૬) સત્તાગત નામમાંથી (૯૩માંથી) બાદ કરતાં બાકીની