Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६७२
तत्त्वन्यायविभाकरे
नामगोत्रे यस्य नामगोत्रे तस्य नियमेनायुरस्ति । यस्य त्वायुस्तस्यान्तरायः केवल्यपेक्षया नास्ति, अकेवल्यपेक्षयात्वस्ति । नामगोत्रयोश्च परस्परं व्याप्यव्यापकभावनियमः, नामसत्त्वेऽन्तरायस्तु क्वचित् स्यात्क्वचिन्न स्यात् । अन्तरायसत्त्वे तु नामावश्यमस्ति । एवं गोत्रान्तराययोरपि भाव्यमिति ॥
આ પ્રમાણે ચાર પ્રકારના બંધના અને કરણોના લક્ષણ બતાવીને, હવે મૂલ-ઉત્તરના ભેદવાળા, જેના ઉત્તરભેદોનું વર્ણન પુણ્ય અને પાપના નિરૂપણમાં કરેલ છે એવા, હમણાં મૂલભેદના દર્શાવવા દ્વારા અંગ સહિત કરવાની ઇચ્છાવાળા પ્રકૃતિબંધને કહે છે.
હવે મૂળ પ્રકૃતિબંધને કહે છેભાવાર્થ – ત્યાં વળી મૂલપ્રકૃતિબંધ, જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્રઅંતરાયના ભેદથી આઠ (૮) પ્રકારનો છે.
વિવેચન - જ્ઞાન અને દર્શનનો દ્વન્દ્રસમાસ કર્યા બાદ આવરણ શબ્દની સાથે તપુરુષ કરવો અને ત્યારપછી સર્વ પદોનો દ્વન્દ સમાસ કરવો.
ખરેખર, જ્ઞાન-દર્શન જીવના સ્વભાવભૂત છે. તેના અભાવમાં જીવપણાનો અભાવ હોઈ, જીવનું ચેતનાલક્ષણ હોઈ, વળી જ્ઞાન અને દર્શનના મધ્યમાં જ્ઞાન પ્રધાન છે; કેમ કે-જ્ઞાનના વિશે જ સકળ શાસ્ત્ર આદિ વિચારપરંપરાની પ્રવૃત્તિ છે, વળી સઘળીય લબ્ધિઓ સાકારરૂપ ઉપયોગવાળા જીવમાં જ ઉત્પન્ન થાય છે, દર્શનરૂપ ઉપયોગવાળામાં નહીં. વળી જે સમયમાં સકળ કર્મોથી રહિત જીવ થાય છે, તે સમયમાં જ્ઞાનરૂપ ઉપયોગવાળો જ હોય છે, દર્શનરૂપ ઉપયોગવાળો નહિ; કેમ કે-બીજા સમયમાં દર્શનરૂપ ઉપયોગ હોય છે, તેથી જ્ઞાન પ્રધાન છે. તેને આવરનાર જ્ઞાનાવરણકર્મ છે તેથી તે પહેલાં કહેલું છે અને ત્યારબાદ દર્શનાવરણ કહેલું છે, કેમ કે-જ્ઞાનના ઉપયોગથી ખસેલાને દર્શન ઉપયોગ છે.
૦ આ જ્ઞાન-દર્શનાવરણો સ્વવિપાકને બતાવતાં, યોગ પ્રમાણે અવશ્ય સુખ-દુઃખ રૂપે વેદનીયકર્મના વિપાક ઉદય પ્રત્યે નિમિત્ત થાય છે.
૦ તથા િવૃદ્ધિના ઉત્કર્ષને પામેલા જ્ઞાનાવરણનો ઉદયથી અનુભવ કરનારો ઘણો લોક, સૂક્ષ્મસૂક્ષ્મતર વસ્તુના વિચારમાં પોતાને અશક્ત જાણતો શોકાતુર બને છે; અને જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમની પટુતા(તીક્ષ્ણતા-નિપુણતા) સંપન્ન આત્મા, પોતાની પ્રતિભાથી સૂક્ષ્મ-સૂક્ષ્મતર વસ્તુઓને જાણતો (મેળવતો),ઘણા જનોથી આત્માને મહાન માનતો સુખ-આનંદને અનુભવે છે.
તેવી રીતે અત્યંત ગાઢ દર્શનાવરણના વિપાક ઉદયમાં જન્માંધ આદિ આત્મા, અવર્ણનીય દુઃખથી મુંઝવણને અનુભવે છે; અને દર્શનાવરણના ક્ષયોપશમની પટિઝતા સંપન્ન આત્મા, સ્પષ્ટ ચક્ષુ આદિવાળો અને યથાર્થ વસ્તુના સમુદાયને સારી રીતે જોતો અમંદ આનંદના વૃંદને અનુભવે છે. તેથી જ આ વસ્તુ દર્શાવવા માટે દર્શનાવરણ પછી વેદનીયનું ગ્રહણ કરેલ છે.
અને વેદનીય સુખ-દુઃખને પેદા કરે છે. આ પ્રમાણે ઇષ્ટ-અનિષ્ટ વિષયો સંબંધમાં અવશ્ય સંસારીઓને રાગ અને દ્વેષ જે થાય છે, તે મોહનીયકર્મથી પેદા થાય છે. તેથી આ અર્થના સ્વીકાર માટે વેદનીય બાદ