Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 749
________________ ७१२ तत्त्वन्यायविभाकरे ૦ લબ્ધિ-તે તે ઇન્દ્રિયના વિષયની અપેક્ષાએ તે તે ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમલબ્ધિની પ્રાપ્તિ હોય, તો જ નિવૃત્તિ-ઉપકરણ ઉપયોગ આદિરૂપ શેષ ઇન્દ્રિયો હોય છે. લબ્ધિના અભાવમાં શેષ ઇન્દ્રિયોનો અભાવ છે. ૦ ઉપયોગ-લબ્ધિના સનિધાનથી આત્મા દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ પ્રત્યે વ્યાપાર કરે છે, તેનું નિમિત્ત લઈને આત્માનો, મનની મદદથી અર્થગ્રહણ પ્રત્યે વ્યાપાર-ઉપયોગ તે શ્રોત્ર આદિ ઇન્દ્રિયનો, પોતપોતાના વિષયમાં-શબ્દ આદિમાં પરિચ્છેદ્ય વ્યાપારરૂપ ઉપયોગ કહેવાય છે. વળી તે ઉપયોગ એક કાળ(સમય)માં કોઈપણ એક જ ઇન્દ્રિય દ્વારા હોય છે. તેથી ઉપયોગ (ઇન્દ્રિયોની અપેક્ષાએ સઘળાય જીવો એકેન્દ્રિય છે. એકેન્દ્રિય-દ્વિન્દ્રિય આદિ વ્યવહાર તો નિવૃત્તિ-ઉપકરણ-લબ્ધિ ઇન્દ્રિયોની અપેક્ષાએ છે. એ પ્રમાણે લબ્ધિ ઇન્દ્રિયની અપેક્ષાએ સઘળા પૃથિવીકાય આદિ પણ જીવો પંચેન્દ્રિય કહેવાય છે. બકુલ-ચંપક-તિલક-વિરહક આદિ વનસ્પતિ વિશેષોમાં રસન-પ્રાણ-ચક્ષુ-શ્રોત્રરૂપ ઇન્દ્રિય સંબંધી અનુભવ દેખાવાથી, તે રસનાદિ ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમરૂપ લબ્ધિના સંભવનું અનુમાન છે. ખરેખર, દેખાય છે કે-સોળ શણગારવાળી કામિનીના મુખમાં રાખેલ ખુશબોદાર દારૂનો કોગળો બકુલના ઝાડ ઉપર કરવાથી પુષ્પ-પત્રોનો પ્રાદુર્ભાવ થાય છે. તિલકના ઝાડ પ્રત્યે કામિનીની કટાક્ષપૂર્વકદષ્ટિ ફેંકાયાથી તે પુષ્પ-પત્રોથી અલંકૃત બને છે. શિરીષના ફૂલો અને પત્રો કામિનીના પંચમ સ્વરના ઉદ્ગારના શ્રવણથી ખીલે છે. અહીં બાહ્ય ઇન્દ્રિયની અપેક્ષાએ તો એકેન્દ્રિય આદિ વ્યવહાર છે. શંકા - બકુલ આદિમાં એક એક રસનાદિ ઇન્દ્રિયનો ઉપલંભ જ કહ્યો, કેમ સર્વ વિષયોનો ઉપલંભ ન કહ્યો ? સમાધાન - મુખ્યપણે એક એક વિષયનો ઉપલંભનો સંભવ છતાં, ગૌણવૃત્તિથી શેષ ઇન્દ્રિયના ઉપલંભનો સંભવ છે, કેમ કે-શૃંગારવાળી તરૂણીએ દારૂનો કોગળા કરવાથી જેમ બકુલના ઝાડ ઉપર અસર થઈ, તેમ શરીરસ્પર્શ, અધરોઇ રસ, ચંદનાદિગંધ, સુંદર રૂપ અને મધુર સ્વરનો આલાપરૂપ પાંચ ઇન્દ્રિયવિષયોનો પણ સંભવ છે. ૦ દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ તો એકેન્દ્રિયમાર્ગણા-દ્વિન્દ્રિયમાર્ગણા-ત્રિન્દ્રિયમાર્ગણા, ચૌરિન્દ્રિયમાર્ગણા અને પંચેન્દ્રિયમાર્ગણા, એમ ઇન્દ્રિયમાર્ગણા પાંચ પ્રકારની છે એવો ભાવ છે. अथ कायमार्गणाभेदमाहपृथिव्यतेजोवायुवनस्पतित्रसभेदेन षट् कायमार्गणाः ।। पृथिवीति । पृथिवीकायाप्कायतेजस्कायवायुकायवनस्पतिकायत्रसकायरूपाः षडित्यर्थः । पृथिव्येव कायो यस्य सः पृथिवीकायः, स द्विविधस्सूक्ष्मबादरभेदात्, तत्र सूक्ष्मत्वं बादरत्वञ्च सूक्ष्मबादरनामकर्मोदयापेक्षं, सूक्ष्मास्सकललोकव्यापिनस्समुद्गकपर्याप्तप्रक्षिप्तगन्धावयववत्, प्रतिनियतस्थानवर्तिनो बादराः, सूक्ष्मपृथिवीकायिकाः पर्याप्तापर्याप्तभेदेन द्विविधाः, पर्याप्सिर्नाम पुद्गलोपचयजश्शक्तिविशेषः, तत्प्रभेदास्स्वरूपाणि च पूर्वतो विज्ञेयानि, तत्रैकेन्द्रियाणां चतस्रो

Loading...

Page Navigation
1 ... 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814