________________
७१२
तत्त्वन्यायविभाकरे
૦ લબ્ધિ-તે તે ઇન્દ્રિયના વિષયની અપેક્ષાએ તે તે ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમલબ્ધિની પ્રાપ્તિ હોય, તો જ નિવૃત્તિ-ઉપકરણ ઉપયોગ આદિરૂપ શેષ ઇન્દ્રિયો હોય છે. લબ્ધિના અભાવમાં શેષ ઇન્દ્રિયોનો અભાવ છે.
૦ ઉપયોગ-લબ્ધિના સનિધાનથી આત્મા દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ પ્રત્યે વ્યાપાર કરે છે, તેનું નિમિત્ત લઈને આત્માનો, મનની મદદથી અર્થગ્રહણ પ્રત્યે વ્યાપાર-ઉપયોગ તે શ્રોત્ર આદિ ઇન્દ્રિયનો, પોતપોતાના વિષયમાં-શબ્દ આદિમાં પરિચ્છેદ્ય વ્યાપારરૂપ ઉપયોગ કહેવાય છે. વળી તે ઉપયોગ એક કાળ(સમય)માં કોઈપણ એક જ ઇન્દ્રિય દ્વારા હોય છે. તેથી ઉપયોગ (ઇન્દ્રિયોની અપેક્ષાએ સઘળાય જીવો એકેન્દ્રિય છે. એકેન્દ્રિય-દ્વિન્દ્રિય આદિ વ્યવહાર તો નિવૃત્તિ-ઉપકરણ-લબ્ધિ ઇન્દ્રિયોની અપેક્ષાએ છે. એ પ્રમાણે લબ્ધિ ઇન્દ્રિયની અપેક્ષાએ સઘળા પૃથિવીકાય આદિ પણ જીવો પંચેન્દ્રિય કહેવાય છે. બકુલ-ચંપક-તિલક-વિરહક આદિ વનસ્પતિ વિશેષોમાં રસન-પ્રાણ-ચક્ષુ-શ્રોત્રરૂપ ઇન્દ્રિય સંબંધી અનુભવ દેખાવાથી, તે રસનાદિ ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમરૂપ લબ્ધિના સંભવનું અનુમાન છે. ખરેખર, દેખાય છે કે-સોળ શણગારવાળી કામિનીના મુખમાં રાખેલ ખુશબોદાર દારૂનો કોગળો બકુલના ઝાડ ઉપર કરવાથી પુષ્પ-પત્રોનો પ્રાદુર્ભાવ થાય છે. તિલકના ઝાડ પ્રત્યે કામિનીની કટાક્ષપૂર્વકદષ્ટિ ફેંકાયાથી તે પુષ્પ-પત્રોથી અલંકૃત બને છે. શિરીષના ફૂલો અને પત્રો કામિનીના પંચમ સ્વરના ઉદ્ગારના શ્રવણથી ખીલે છે. અહીં બાહ્ય ઇન્દ્રિયની અપેક્ષાએ તો એકેન્દ્રિય આદિ વ્યવહાર છે.
શંકા - બકુલ આદિમાં એક એક રસનાદિ ઇન્દ્રિયનો ઉપલંભ જ કહ્યો, કેમ સર્વ વિષયોનો ઉપલંભ ન
કહ્યો ?
સમાધાન - મુખ્યપણે એક એક વિષયનો ઉપલંભનો સંભવ છતાં, ગૌણવૃત્તિથી શેષ ઇન્દ્રિયના ઉપલંભનો સંભવ છે, કેમ કે-શૃંગારવાળી તરૂણીએ દારૂનો કોગળા કરવાથી જેમ બકુલના ઝાડ ઉપર અસર થઈ, તેમ શરીરસ્પર્શ, અધરોઇ રસ, ચંદનાદિગંધ, સુંદર રૂપ અને મધુર સ્વરનો આલાપરૂપ પાંચ ઇન્દ્રિયવિષયોનો પણ સંભવ છે.
૦ દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ તો એકેન્દ્રિયમાર્ગણા-દ્વિન્દ્રિયમાર્ગણા-ત્રિન્દ્રિયમાર્ગણા, ચૌરિન્દ્રિયમાર્ગણા અને પંચેન્દ્રિયમાર્ગણા, એમ ઇન્દ્રિયમાર્ગણા પાંચ પ્રકારની છે એવો ભાવ છે.
अथ कायमार्गणाभेदमाहपृथिव्यतेजोवायुवनस्पतित्रसभेदेन षट् कायमार्गणाः ।।
पृथिवीति । पृथिवीकायाप्कायतेजस्कायवायुकायवनस्पतिकायत्रसकायरूपाः षडित्यर्थः । पृथिव्येव कायो यस्य सः पृथिवीकायः, स द्विविधस्सूक्ष्मबादरभेदात्, तत्र सूक्ष्मत्वं बादरत्वञ्च सूक्ष्मबादरनामकर्मोदयापेक्षं, सूक्ष्मास्सकललोकव्यापिनस्समुद्गकपर्याप्तप्रक्षिप्तगन्धावयववत्, प्रतिनियतस्थानवर्तिनो बादराः, सूक्ष्मपृथिवीकायिकाः पर्याप्तापर्याप्तभेदेन द्विविधाः, पर्याप्सिर्नाम पुद्गलोपचयजश्शक्तिविशेषः, तत्प्रभेदास्स्वरूपाणि च पूर्वतो विज्ञेयानि, तत्रैकेन्द्रियाणां चतस्रो