Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૮, રામ: વિર:
७१७ (૬) ત્રસકાય==સ જીવો ગતિત્રસ અને ઉદારત્રસના ભેદથી બે પ્રકારના છે. (૧) અગ્નિકાય અને વાયુકાય ગતિ=સ કહેવાય છે, કેમ કે-તે બંનેનો સ્વભાવ ચાલવાનો છે, કુદરતી રીતે ચાલે છે. પરંતુ તે ગતિ=સોની અહીં વિવફા નથી, કેમ કે-ત્રસનામકર્મના ઉદયજન્ય લબ્ધિત્રસ જીવોનો અધિકાર છે. તે લબ્ધિત્રસ જીવો ઉદાર ત્રસો જ છે. વળી તત્ત્વાર્થમાં કહ્યું છે કે – “તેજોવાયુ દ્વિન્દ્રિયોદયશ્ચ ત્રસાઃ' ઇતિ. તેજ અને વાયુનું ક્રિયાની અપેક્ષાએ ત્રસપણું છે. ત્રસનામકર્મના ઉદયરૂપ લબ્ધિની અપેક્ષાએ દ્વિન્દ્રિય આદિનું ત્રપણું છે. આવો ભાવ ભાષ્યટીકાકારોએ પ્રગટ કરેલ છે.
અહીં ઉદાર એટલે દ્વિન્દ્રિય-ત્રિન્દ્રિય-ચતુરિન્દ્રિય-પંચેન્દ્રિય જીવો સમજવા, કેમ કે-વ્યક્ત-પરિટ્યુટ શ્વાસોચ્છવાસ આદિ પ્રાણોનો યોગ છે. ત્રસો પણ પર્યાય-અપર્યાયના ભેદથી બે પ્રકારના છે.
૦ ટ્રિન્દ્રિય-કૃમિ (પેટમાં, ફોડલામાં, હરશ વગેરેમાં થનારા) કરમિયા, શંખ વગેરે બે ઇન્દ્રિયોવાળા જીવો કહેવાય છે.
૦ ત્રિન્દ્રિય-કંથ-કંથવા. તે બહુ જ બારીક ધોળા રંગના જીવો હોય છે. પિપલીકા-કીડી વગેરે ત્રણ ઇન્દ્રિયવાળા જીવો કહેવાય છે.
૦ ચતુરિન્દ્રિય-ભમરા, માખી વગેરે ચાર ઇન્દ્રિયવાળા જીવો કહેવાય છે.
૦ પંચેન્દ્રિય-નારકી, તિર્યંચો, મનુષ્યો અને દેવો પંચેન્દ્રિય જીવો કહેવાય છે. સઘળા ત્રસો જ ઉદારત્રસો-લબ્ધિકસો જ છે, પરંતુ એકેન્દ્રિયોની માફક ગતિ–સ અને સ્થાવરો નથી.
૦ ત્યાં નરકાવાસોમાં ઉત્પન્ન થનારા નારકો કહેવાય છે. ૦ તિર્યંચો, જલચર-પાણીમાં ચાલનારા મત્સ્ય આદિ.
૦ સ્થલચર-ભૂમિમાં ચાલનારા ચતુષ્પદ ગાય વગેરે; ઉરપરિસર્પ, સાપ વગેરે; નોળિયા વગેરે ભૂજપરિસર્પ, ખેચર-પોપટ વગેરે રોમજ પક્ષી, ચામાચીડિયાં વગેરે ચર્મજપક્ષી જાણવા.
મનુષ્યો-ગર્ભજ અને સંમૂર્છાિમ ભેદથી બે પ્રકારના મનુષ્યો છે કર્મભૂમિમાં-અકર્મભૂમિમાં-અંતરદ્વીપમાં જન્મેલા મનુષ્યો છે તે બધાય ગર્ભજ છે. આ મનુષ્યોના વિષ્ટામાં, મૂત્રમાં, કફમાં, નાસિકાના મેલમાં, વમનમાં, પિત્તમાં, પરૂમાં, લોહીમાં, વિર્યમાં, વીર્યના સુકાઈ ગયેલા પુદ્ગલો ભીના થાય તેમાં, જીવ વગરના મૃતકલેવરમાં, સ્ત્રી-પુરુષોના સંયોગમાં, નગરની ખાળમાં અને સર્વ અપવિત્ર સ્થાનોમાં પેદા થયેલા સંમૂર્છાિમ મનુષ્યો કહેવાય છે. તે અપર્યાપ્ત હોય છે, અંતર્મુહૂર્ત આયુષ્યવાળા હોય છે અને અત્યંત સૂક્ષ્મ હોઈ આપણે જોઈ શકતા નથી.
૦ સંમૂચ્છિમ સિવાયના ગર્ભજમનુષ્યો પર્યાપ્ત હોય છે અને અપર્યાપ્ત પણ હોય છે.
૦ દેવો તો ચતુર્નિકાય=ચાર નિકાય(વાસ કે સંઘ)વાળા કહેવાય છે, કેમ કે-ચારેય દેવોના ઉત્પત્તિસ્થાનો ચાર પ્રકારના છે. જેમ કે-વ્યંતર, જયોતિષી, વૈમાનિક, ભવનપતિના ભેદથી ચાર જાતિના દેવો છે. આ દેવોનું વિવેચન પહેલા કરી દીધું છે. તે દેવો પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત-કરણ અપર્યાપ્તના ભેટવાળા છે.